ફિલ્મી દુનિયાના પગ રાખવાવાળી નવી અભિનેત્રીઓનું શોષણ કરી સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં બીઝનેસમેન માથી તેલુગુ ફિલ્મ પ્રોડ્યુસર બનેલા શખ્શ અને એની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. આ કપલ કન્નડ અને ટોલીવૂડની અભિનેત્રીઓને અમેરિકામાં ઇવેન્ટના નામ પર બોલાવતા હતા અને પછી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેતા હતા.
શિકાગોની જીલ્લા અદાલતમાં આ મામલાને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ જયારે તપાસ શરુ થઇ તો સામે આવ્યું કે કિશન મોદુગુમુડી ઉર્ફ શ્રીરાજ ચોનુંપુટ્ટી અને એની પત્ની ચંદ્રકલા પૂર્ણિમા ઉર્ફ વેભા જયમ આ રેકેટ ચલાવી રહ્યા હતા.

મૂળ હૈદરાબાદના રહેવા વાળા આ પતિ-પત્નીની 28 એપ્રિલ 2018ના રોજ વોશીન્ગ્ટનથી ધરપકડ કરવામાં આવી હતી. હોમલેન્ડ સિક્યોરીટી ઈન્વેસ્ટીગેશનના અમેરિકી ફેડરલ એજન્ટે અદાલતમાં ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદ મુજબ 11 મે 2017 થી 22 જાન્યુઆરી 2018 વચ્ચે આ પતિ-પત્નીએ ઘણી છોકરીઓને શિકાર બનાવી હતી. આ કપલ પીડિત છોકરીઓ માટે વિમાનની ટીકીટ બૂક કરવતા અને અમેરિકા પહોચ્યા બાદ એમને હોટેલ અથવા મોદુગુમુડીના ઘરે રાખતા હતા. ક્યારેક તો પીડિત છોકરીઓને ખુબ જ ખરાબ જગ્યામાં રાખવામાં આવતી જેથી તેમને આવતી ડેટ માટે રાહ જુએ.
ત્યારબાદ આ કપલ છોકરીઓને અમેરિકા ભરમાં ચાલી રહેલા તેલુગુ અને ભારતીય સંમેલનોમાં લઇ જતા હતા, જેથી એવા લોકોને શોધી શકાય કે જેઓ સેક્સ માટે સારા પૈસા આપી શકે.એવો આરોપ છે કે કપલ ગ્રાહકો પાસેથી સેક્સના બદલે 3000 ડોલર લેતા હતા.

ફેડરલ પોલીસે શિકાગોની જીલ્લા અદાલતમાં 42 પેજની ચાર્જશીટ ફાઈલ કરી છે. ચાર્જશીટના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં અસ્થાયી વિઝા પર લગભગ પાંચ અભિનેત્રીઓને શિકાગો લાવવામાં આવી હતી. તેઓ ડલ્લાસ, ન્યુ જર્સી અને વોશીન્ગ્ટનની હોટેલોમાં કોન્ફરન્સ દરમિયાન ક્લાયન્ટને મળતી હતી.
બીઝનેસમેન માંથી ફિલ્મ પ્રોડ્યુસર બનેલા કિશને ઘણી હિટ ફિલ્મો બનાવી છે. એવો આરોપ છે કે એણે એક અભિનેત્રી અને એના પરિવારને ધમકાવ્યો કે અમેરિકામાં જે કઈ થયું, એ વિશે ક્યારે પણ કોઈ સાથે વાત ના કરે.
કિશનની પત્ની ચંદ્રા દરેક છોકરીઓ પાસેથી થયેલી કમાણીના લેખા-જોખા રાખતી હતી. તપાસ એજન્સીઓએ વેસ્ટ બેલ્ડેન એવન્યુના અપાર્ટમેન્ટમાંથી લેખા-જોખાનો ચિઠ્ઠો મેળવી લીધો હતો.
સાથેજ પોલીસને ચંદ્રાના ફોન માંથી ઘણાં એવા મેસેજ મળ્યા છે જેમાં ચંદ્રા ક્લાયન્ટ સાથે છોકરીઓના રેટ નક્કી કરવાની વાત મળી આવી છે.
