Ahmedabad News/ લગ્ન મંડપમાં રાહ જોતી રહી ગઈ કન્યા, વરરાજાએ કરી નાખ્યું કાંડ!

અમદાવાદમાં એક લગ્નમાં એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં વરરાજા લગ્ન મુહૂર્ત દરમિયાન લગ્ન સ્થળે હાજર રહ્યો ન હતો, જેના કારણે લગ્ન સમારોહ રદ કરવામાં આવ્યો હતો.

Ahmedabad Top Stories Gujarat Breaking News
લગ્ન

Ahmedabad News:નવા વર્ષ ની શરૂઆત થવામાં હવે થોડા જ દિવસો બાકી છે.દરેક વ્યક્તિને નવા વર્ષ માટે ઘણી આશાઓ હોય છે. હાલમાં લગ્નની સિઝન ચાલી રહી  છે.ડિસેમ્બરમાં પણ, લગ્ન માટેનો છેલ્લો મહિનો છે,કારણકે  થોડા દિવસ પછી કમુરતા બેસી જશે  જેના કારણે લગ્નની વિધિઓ નહીં થઈ શકે  ત્યારે ઘણી જગ્યા પર લગ્નોત્સવની તૈયારીઓ ધૂમધામથી ચાલી રહી  છે. તેની વચ્ચે એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વર કન્યા સાથે લગ્ન ન કરવા પડે તે માટે લગ્ન સ્થળેથી ભાગી ગયો છે. જી હા જેના કારણે કન્યાનો પરિવાર પોલીસ સ્ટેશન  પહોચ્યો છે.

લગ્ન દરમિયાન વરરાજા ફરાર 

અહેવાલો અનુસાર, અમદાવાદમાં (Ahmedabad) એક લગ્નમાં એક વિચિત્ર ઘટના બની હતી. જેમાં વરરાજા લગ્ન મુહૂર્ત દરમિયાન લગ્ન સ્થળે હાજર રહ્યો ન હતો, જેના કારણે લગ્ન સમારોહ રદ કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કન્યા અને તેનો પરિવાર લગ્ન માટે મુંબઈથી અમદાવાદ આવ્યો હતો, જેના કારણે તેમનો ઘણો ખર્ચ થયો હતો. જ્યારે લગ્ન અચાનક રદ કરવામાં આવ્યા, ત્યારે કન્યાનો પરિવાર ગુસ્સે ભરાયો હતો.

આ ઘટના અમદાવાદના ઇસનપુરની છે જ્યાના રહેવાસી નિકુંજ કુન્નાવતે તેના પરિવાર દ્વારા મુંબઈની (Mumbai) એક છોકરી સાથે લગ્નનું આયોજન કર્યું હતું.અને ત્યાર બાદ તેમને લગ્ન અમદાવાદમા કરવાનું નક્કી કર્યું હતું. છોકરીનો પરિવાર લગ્ન માટે મુંબઈથી અમદાવાદ પણ આવી ગયો હતો. તેમના લગ્ન જસોદા ચોકડી પાસે પાલખી ઉપવન પાર્ટી પ્લોટમાં યોજવામાં આવ્યા હતા. બધા જ લોકો ત્યાં હાજર હતા ના પરંતુ હાજર ન હતો તો તે ફક્ત વરરાજો. પાર્ટી પ્લોટ પર વરરાજાને તેના પરિવાર સાથે ન પહોંચતા જોઈ  પરિસ્થિતિ વધુ વણસી ગઈ  હતી. જ્યારે કન્યાનો પરિવાર પોલીસ સ્ટેશન ગયો, ત્યારે બંને પરિવારો વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. આ દરમિયાન એવું બહાર આવ્યું હતું જે  વરરાજો, નિકુંજ આ લગ્ન કરવા માંગતો ન હતો જેના કારણે તે મુંબઈ ભાગી ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં રહીને ખેલ પાડતી લૂંટેરી દુલ્હનની ટોળકી, એક યુવતી ચાર યુવક સાથે ફેરા ફરી, લગ્ન પછી રોકડ અને દાગીના લઈ ફરાર

આ પણ વાંચો:અમદાવાદ : લૂંટેરી દુલ્હન લગ્ન બાદ ચાર લાખ રોકડા અને દાગીના લઈ ફરાર

આ પણ વાંચો:લૂંટેરી દુલ્હન: યુવક સાથે લગ્ન કરી ત્રીજા જ દિવસે લાખો રૂપિયા લઇ ફરાર