Not Set/ રાજ્યમાં કોરોનાના કેસ 2000ને પાર, 1422 દર્દીઓ સાજા થયા, કોરોનાથી કુલ 6ના મોત

રાજ્યમાં શુક્રવારે કોરોનાના 2190 કેસ સામે આવ્યા છે. જ્યારે 1422 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે.

Top Stories Ahmedabad Gujarat
corona wfh 660 260420021909 1 રાજ્યમાં કોરોનાના કેસ 2000ને પાર, 1422 દર્દીઓ સાજા થયા, કોરોનાથી કુલ 6ના મોત

ગુજરાતમાં કોરોના ‘આઉટ ઓફ કંટ્રોલ’ થઇ ગયો છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના 2190 કેસ સામે આવ્યા છે. જ્યારે 1422 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. કોરોનાના કારણએ કુલ 6 લોકોના મોત નીપજ્યા છે. હવે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 10134 છે, જેમાંથી 83 દર્દીઓ હાલ જુદી જુદી હોસ્પિટલોમાં વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કુલ 2,81,707 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 95.07 ટકા પર પહોંચી ચુક્યો છે.

અત્યાર સુધીમાં કુલ 40,89,217 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,25,153 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 47,14,370 લોકોને રસી આપવામાંઆવી છે. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 2,11,864 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિમાં રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં હાલ કુલ 10134 કોરોનાના એક્ટિવ કેસ છે. 83 લોકો વેન્ટિલેટર પર છે. 10051 લોકો સ્ટેબલ છે. 2,81,707 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4479 લોકોનાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે આજે કુલ 06 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં સુરત કોર્પોરેશનનાં 4, અમદાવાદ અને રાજકોટ કોર્પોરેશનનાં 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે.