Not Set/ વલસાડ : હાઇ પ્રોફાઇલ જુગારધામ, પારડીના બેન્ક ડિરેક્ટર અને વાપીના ઉદ્યોગકારો સહિત14 લોકોની ધરપકડ

વલસાડ, શ્રાવણીયો જુગાર રમતા જુગારીઓ ઉપર પોલીસ દ્વારા ઘોંસ બોલાવવામાં આવી રહી છે.ત્યારે વલસાડ પારડીમાં રમાતો મોટા પાયાનો જુગાર ઝડપાયો છે.અરનાળા ખાતે રમાતો જુગારધામ પારડી પોલીસે ઝડપી પાડ્યું છે. આ દરોડમાં પારડી વાપીના ઉદ્યોગપતિ, બેંકના ડિરેકટર સહિત કુલ 14 જુગરીઓ જુગાર રમતા પોલીસે ઝડપી પાડયા હતા. સ્થળ પરથી પોલીસે રોકડ રકમ, બે કાર, બે બાઇક […]

Top Stories Gujarat Others
aaaamp 5 વલસાડ : હાઇ પ્રોફાઇલ જુગારધામ, પારડીના બેન્ક ડિરેક્ટર અને વાપીના ઉદ્યોગકારો સહિત14 લોકોની ધરપકડ

વલસાડ,

શ્રાવણીયો જુગાર રમતા જુગારીઓ ઉપર પોલીસ દ્વારા ઘોંસ બોલાવવામાં આવી રહી છે.ત્યારે વલસાડ પારડીમાં રમાતો મોટા પાયાનો જુગાર ઝડપાયો છે.અરનાળા ખાતે રમાતો જુગારધામ પારડી પોલીસે ઝડપી પાડ્યું છે.

આ દરોડમાં પારડી વાપીના ઉદ્યોગપતિ, બેંકના ડિરેકટર સહિત કુલ 14 જુગરીઓ જુગાર રમતા પોલીસે ઝડપી પાડયા હતા. સ્થળ પરથી પોલીસે રોકડ રકમ, બે કાર, બે બાઇક મોબાઈલો સહિત અંદાજે કુલ 14 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે.

પારડીના બેન્કના ડિરેક્ટર અને વાપીના ઉદ્યોગકારો રમતા હતા.ટ્રાન્સપોટરો પણ સાથે મળી મોટા માથાઓ જુગાર રમતા ઝડપાયા છે.આ  મામલે પોલીસે મુદ્દામાલ સાથે 13 લાખનો જુગાર જપ્ત કર્યો છે.પોલીસે  આ મામલે  વધુ  તપાસ હાથધરી છે

મંગળવારે સાંજે પારડી પોલીસ મથકના પીએસઆઇ એચ સી ઝાલા, સ્ટાફના યુવરાજ, સહદેવ, નરસિંહ, ઉમેષ, હિમાશુ સહિતના પોલીસની ટીમે અરનાલા પારસી ફળીયા તૈમુરભાઈના ઘરે રેડ કરી હતી. બાતમી આધારે કરાયેલી રેડમાં પોલીસને સફળતા મળતાં એક સાથે 14 લોકો જુગાર રમતા ઝડપાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.