Dog Squad/ ગુજરાતમાં ડ્રગ માફીયાઓનું નેટવર્ક તોડવા સ્પેશિયલ ડોગ સ્કવોડ બનાવાશે

એન્ટી નાર્કોટિક્સ સેલ અલગ અલગ પ્રજાતિના ડોગ ખરીદશે

Gujarat
Beginners guide to 53 4 ગુજરાતમાં ડ્રગ માફીયાઓનું નેટવર્ક તોડવા સ્પેશિયલ ડોગ સ્કવોડ બનાવાશે

Gujarat News : ગુજરાતમાં ડ્રગ માફીયાઓનું નેટવર્ક ચોડી પાડવા માટે એન્ટી નાર્કોટિક્સ સેલ સ્પેશિયલ ડોગ સ્ક્વોડ બનાવશે. હત્યા, લૂંટ અને અપહરણ સહિતના ગંભીર બનાવોમાં મોટાભાગે ડોગ પોલીસને મદદરૂપ થતા હોય છે. હવે આંતરરાષ્ટ્રિય ડ્રગ્સ રેકેટમાં ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે ગુજરાત પોલીસ વિશેષ ડોગ સ્ક્વોડ બનાવી રહી છે. જેને એન્ટી નાર્કોટ્કિસ ડોગસ્ક્વોડ નામ અપાયું છે.

નથીલા પદાર્થોની હેરાફેરી પર અંકુશ લગાવવા ગુજરાત પોલીસે પહેલીવાર આ રીત અપનાવી છે. પોલીસ વિભાગમાં વિવિધ ગુનાઓ ઉકેલવા માટે અલગ અલગ પ્રકારના તાલિમ પામેલા ડોગનો ઉપયોગ કરવામાં આવે છે. જે પોતાની સુંઘવાની શક્તિ દ્વારા પોલીસને આરોપી સુધી પહોંચાડે છે.

તાજેતરમાં જ પોરબંદરના દરિયાઈ માર્ગે કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું. દરિયાઈ માર્ગે ઉપરાંત એરપોર્ટ અને રેલ્વેના માધ્યમથી નશીલા પદાર્થોની હેરાફેરી થઈ રહી છે. નશીલા પદાર્થો મોટાભાગે ગુપ્ત માહિતીને આધારે ઝડપાય છે. ડ્રગ્સની દાણચોરી માટે અલગ અલગ રૂટ અને મોડસ ઓપરેન્ડી અજમાવવામાં આવે છે. તેવામાં માહિતી ઉપર ભરોસો કર્યા વિના ડ્રગ્સની ઘુસણખોરી રોકવા માટે એન્ટી ડોગ સ્ક્વોડ બનાવવી જરૂરી છે. ગુજરાત પોલીસે આ માટે 40 થી 50 લાખની કિમતના 5 થી 6 અલગ અલગ પ્રજાતિના ડોગ ખરીદ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી