કેવડિયા/ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દોડતી ઈ રીક્ષામાં ભિષણ આગ, મોટી જાનહાનિ ટળી

સદનસીબે સોમવાર સ્ટેચ્યુ પ્રવાસીઓ માટે બંધ હોય મોટી દુર્ઘટના ટળી- આસપાસ ઊભેલી રીક્ષાઓ પણ સલામત

Gujarat Others
સ્ટેચ્યુ ઓફ યુનિટી

વિશ્વની સહુથી ઉંચી પ્રતિમા સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર વિસ્તારને ઇકો ફ્રેન્ડલી પર્યાવરણ મુક્ત બનાવવા માટેની પ્રથમ કવાયદનાં ભાગરૂપે એક્તા નગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે ઈ રીક્ષાઓ દોડાવવામાં આવી રહી છે ત્યારે આજરોજ પાર્ક કરેલી એક રીક્ષામાં અચાનકજ આગ લાગી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આજરોજ એક ઈ રીક્ષામા ભિષણ આગ લાગતાં રીક્ષા જોતજોતામાં બળીને ખાક થઈ હતી, આજરોજ સોમવાર હોય પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોય ને રીક્ષા તેના સ્ટેન્ડ પર ઉભી હતી ત્યારે અચાનકજ આગ લાગી હતી અને જોતજોતામાં સંપૂર્ણ રીક્ષા બળીને ખાક થઈ હતી, આસપાસ ના સ્થાનિકો સહીત પોલીસ કર્મીઓએ આગ બુઝાવવાની કોશિશ કરી હતી પરંતું પ્રચંડ આગ ની અગ્ન જ્વાળા ઓમા રીક્ષા બળી ને ભસ્મ થઈ હતી. જ્યાં આગ લાગી ત્યાં બીજી રીક્ષાઓ પણ પાર્ક કરી હતી પરંતું અન્ય રીક્ષાઓ ઝપેટામાં આવી નહોતી મહત્વની બાબતએ સોમવાર હોયને પ્રવાસીઓ માટે SOU જોવાનું બંધ હોયને મોટી દુર્ઘટના ઘટતા અટકી હતી.

ઈ રીક્ષા મા અચાનકજ આગ લાગતાં રીક્ષાઓ ની સલામતી કેટલી ? નાં પ્રશ્ર્નો ઉભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો:સંતરામપુરમાં લસણની બોરીમાં ગાંજો ભરીને લઈ જઈ રહ્યો હતો એક શખ્સ અને….

આ પણ વાંચો:એ….એ…એ… ધડામ : લ્યો વરસાદ આવ્યો અને પડ્યા

આ પણ વાંચો:બ્રેઇન ડેડ યુવકના અંગોનું દાન, “મંતવ્ય ન્યૂઝ”ના અભિયાનને મળતું સમર્થન

આ પણ વાંચો: દૂધસાગર ડેરીની સામાન્ય સભામાં બબાલ, મોંઘજીભાઈના પુત્રએ કર્યું ફાયરિંગ