ગાંધીનગર/ તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ : આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલ પર ભાજપ સરકારની નજર

સરકાર આદિવાસી સમાજને નુકશાન થાય તેવું કોઈ કામ નથી કરવાના. કોઇની એક ઇંચ જમીન અમે લેવાના નથી. ખેડૂતોને સાથે રાખીને માપણી કરવામાં આવશે. : ભાજપ

Top Stories Gujarat Others
Untitled 29 2 તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ : આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલ પર ભાજપ સરકારની નજર

આદિવાસીઓના મુદ્દે વિપક્ષે સરકાર સામે બાંયો ચડાવી છે. ગાંધીનગરમાં આજે આદિવાસી સત્યાગ્રહ આંદોલન શરૂઆત કરવામાં આવી છે. જે ગાંધીનગર છાવણી ખાતે આદિવાસી સમાજની મહા રેલી યોજાઈ હતી. દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા તાપી પાર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, જેનો સ્થાનિક આદિવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સ્થાનિકોની માંગણી નહિ સંતોષાતા આ વિરોધની આંધી હવે ગાંધીનગર પહોચી છે. હજારોની સંખ્યામાં આદિવાસીઓનું ટોળુ ગાંધીનગર પહોંચ્યુ હતું.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદીવાસી સંમેલન યોજીને ભાજપા સરકારને ઘેરવા એકઠા થયા હતા. જેમાં કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો સહિતના નેતાઓ આ સત્યાગ્રહમાં જોડાયા હતા.  જેમાં જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા સહિતના નેતાઓ ઉપસ્થિત જોવા મળ્યા. આદિવાસીઓના વિરોધને પગલે ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આદિવાસી વિરોધી નીતિઓ અંગે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા કે, વિકાસકાર્યો માટે પોતાની જમીન ના આપવા આદિવાસીઓ મક્કમ છે.

આ મામલે નેતા વિપક્ષ સુખરામ રાઠવાનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના આદિવાસી નેતાઓ અનેક મુદ્દે સતત રજૂઆત કરતા આવ્યા છે. સરકાર કોઈ પ્રશ્ન સાંભળતી નથી. ખેડવાની જમીનના પટ્ટા આદિવાસીઓને આપવામાં આવ્યા નથી. જે સમાજને ખતમ કરવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલ પર ભાજપ સરકારે ડોળો નાખ્યો છે. પાર-તાપી રિવર લિંક યોજનાને પડતી મૂકવા આદિવાસી સમાજની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

છોટુ વસાવાએ કહ્યું હતું કે, ચૂંટાઇને આવેલા આદિવાસીઓ સંગઠિત નથી, જેનું પરિણામ સમાજ ભોગવે છે. છોટુ વસાવા સાથે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો જોડાયા ​​​​​છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોની જમીન રાજ્ય સરકારે વિવિધ પ્રોજેક્ટ હેઠળ લઈને પુરતું વળતર પણ આપવામાં આવ્યું નથી.

તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સહિત આદિવાસીઓનાં પડતર પ્રાણ પ્રશ્નો અને માંગણીઓને લઇને કોંગ્રેસ દ્વારા  છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોની જમીન રાજ્ય સરકારે વિવિધ પ્રોજેક્ટ હેઠળ લઈને પુરતું વળતર પણ આપવામાં આવ્યું નથી. સરકાર દ્વારા લાખો આદિવાસીઓનાં ઘર છીનવી લેવામાં આવ્યાં છે, તેમની જમીન કબજે કરી લેવામાં આવી છે. તે લોકોમાં આ વાતને લઈને આક્રોશ છે. ત્યારે તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ગાંધીનગરમાં આદીવાસી સંમેલન કરવામાં આવ્યું છે

ભાજપની પ્રતિક્રિયા 

તાપી પાર લિંક પ્રોજેકટમાં આદિવાસી સમાજ ને નુકશાન થતું હોવાંના મુદ્દે કોંગ્રેસના આક્ષેપ બાદ સરકારના આદિવાસી સમાજના મંત્રીઓ નરેશ પટેલ,જીતુ ચૌધરી,અને કુબેર ડીંડોર સરકાર તરફથી બચાવ પક્ષ રજૂ કરવા ઉતર્યા હતા.  કોંગ્રેસ દ્વારા આદિવાસી સમાજને અન્યાય થવાના આક્ષેપ સાથે વોક આઉટ કર્યો તે અંગે આદિજાતિ મંત્રી નરેશ પટેલની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આજે બજેટની અંદર 500 કરોડ પાંચ વર્ષે ખર્ચ કરવાના છીએ. અહીં કોઈ તાપી પાર લિંક અંગે કોઈ ઉલ્લેખ નથી.

હું આદિવાસી સમાજને જણાવવા માંગુ છું  કે સરકાર આદિવાસી સમાજને નુકશાન થાય તેવું કોઈ કામ નથી કરવાના. કોઇની એક ઇંચ જમીન અમે લેવાના નથી. ખેડૂતોને સાથે રાખીને માપણી કરવામાં આવશે. આજે ગાંધીનગરમાં આદિવાસી સમાજને લઈને દેખાવો થયાં ખરેખર તો કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં રજુઆત કરવી પડે. કોંગ્રેસ આદિવાસી સમાજની માત્ર વાતો કરે છે. હું કહેવા માગું છું અમે આદિવાસી ક્ષેત્રની 27 માંથી 27 સીટ જીતી ને રહીશું. હું વિશ્વાસ અપાવું છું કે એક પણ આદિવાસી પરિવાર વિસ્થાપિત નહિ થાય. અત્યાર સુધી કોંગ્રેસે આદિવાસી સમાજ માટે શું કર્યું અને છેલ્લા 26 વર્ષમાં શુ વિકાસ થયો એ આદિવાસી સમાજ સારી રીતે જાણે છે.