diwali/ તહેવાર ટાણે પણ અમરેલીની ફટાકડા બજાર સુમસામ, વેપારીઓ મુંઝવણમાં

ફટાકડા બજારોમાં સુમસામ માહોલ જણાતા વેપારીઓમાં ચિંતા, છેલ્લી ઘડીએ બજારમાં ધરાકી નીકળશે તેવી વેપારીઓને આશા

Gujarat Others Trending
Effect of price rise in firecrackers market of amareli traders in tension તહેવાર ટાણે પણ અમરેલીની ફટાકડા બજાર સુમસામ, વેપારીઓ મુંઝવણમાં

@પરેશ પરમાર

અમરેલીઃ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફટાકડા બજારમાં તેજીના બદલે મંદી દેખાઈ રહી છે. અમેરલીના ફટાકડા બજારમાં મંદી જોવા મળી છે ગત વર્ષની સરખાણમીએ આ વર્ષે ફટાકડાના ભાવોમાં 20 થી 40 ટકાનો વધારો દેખાયો છે.

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. તહેવારોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં ફટાકડાના સ્ટોલ ખુલ્યા છે. જોકે વેપારીઓ હજુ ગ્રાહકોની શોધમાં છે. પેઢીઓથી ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ જણાવ્યું હતું કે સીમિત માત્રામાં લોકો ફટાકડા લેવા આવી રહ્યા છે અને ફટાકડાની ખરીદીમાં પણ તેઓએ કાપ મૂક્યો છે. સાથે સાથે લોકોને આ તહેવાર તો મનાવવો છે પરંતુ મોંઘવારીને પગલે તહેવારની ઉજવણીનો કોઈ ઉત્સાહ રહ્યો નથી.

વેપારીઓનું માનીએ તો તેઓ હવે માત્ર અને માત્ર દિવાળીના છેલ્લા બે દિવસની ઘરાકી નીકળશે તેવી આશા લઈને બેઠા છે. વેપારીઓએ કહ્યું હતું કે આ વ્યવસાયમાં આ વર્ષે કોઈ નફો રળવાનો અમે લક્ષ્ય પણ રાખ્યો નથી પરંતુ અમારો ધંધો સચવાય, ગ્રાહકો સચવાય અને રોકાણ સરભર થઈ શકે તેવી અપેક્ષા અમે રાખી રહ્યા છીએ.


અમરેલી જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

અમરેલી જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.