ગુજરાત/ હોલમાર્કના વિરોધમાં દેશભરના જ્વેલર્સની આજે હડતાળ

સોનાના આભૂષણો   ની 16 જૂનથી ફેઝ પ્રમાણે હોલમાર્કિંગને જરૂરી કરી દેવામાં આવી છે. સરકારે પ્રથમ ફેઝના અમલ માટે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 256 જિલ્લાની ઓળખ કરી છે.

Gujarat Others
Untitled 267 હોલમાર્કના વિરોધમાં દેશભરના જ્વેલર્સની આજે હડતાળ

 દેશભર માં  સોનાની જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક ID ફરજીયાત કરવા સામે વેપારી આલમમાં રોષ ફેલાયો છે.    ત્યારે બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ્સ દ્વારા જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક આઈડીના અમલીકરણના વિરોધમાં દેશના જ્વેલર્સ આજે ટોકન હડતાળ પર જશે. આજની હડતાળમાં અમદાવાદના નાના-મોટા 10 હજાર જ્વેલર્સ જોડાશે. તેમજ  રાજય ના ઘણા બીજા શહેરોમાં પણ સોનીઓ આ હડતાળ માં  જોડાશે.

અમદાવાદના જ્વેલર્સ એસોસિએશને સરકારની નવી હોલમાર્કિંગ પ્રક્રિયાનો વિરોધ કર્યો છે. અને HUIDને એક ‘વિનાશક પ્રક્રિયા’ ગણાવી છે. તેમજ ટાસ્ક ફોર્સનો ઉદ્દેશ દેશભરમાં ફરજિયાત હોલમાર્કિંગનો સરળ અમલ સુનિશ્ચિત કરવાનો છે. પરંતુ બીઆઇએસએ જેમ અને જ્વેલરી ઉદ્યોગ સાથે મહેસૂલ વિભાગની બાબતોને જટિલ અને અવ્યવહારુ બનાવવાનો વેપારીઓને આરોપ છે.

 મળતી  માહિતી  મુજબ  સોનાના આભૂષણો   ની 16 જૂનથી ફેઝ પ્રમાણે હોલમાર્કિંગને જરૂરી કરી દેવામાં આવી છે. સરકારે પ્રથમ ફેઝના અમલ માટે 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 256 જિલ્લાની ઓળખ કરી છે. સોનાની હોલમાર્કિંગ કિંમતી ધાતુની પ્યોરિટનું સર્ટિફિકેશન આપે છે. આ અત્યાર સુધી સ્વૈચ્છિક રૂપથી કરવામાં આવતું હતું.

દેશભરમાં જ્વેલરી વિક્રેતાઓની હડતાળને ગુજરાતા સોની વેપારીઓ પણ ટેકો આપશે. વડોદરામાં આજે જ્વેલર્સની 200 દુકાનો બંધ રહેવાની છે. તમામ વેપારીઓ પ્રતીક હડતાળમાં સામેલ થશે. વેપારીઓ દ્વારા હોલમાર્કની જટીલ પ્રક્રિયાનો વિરોધ કરવામાં આવી છે. આજ રીતે ભાવનગરમાં પણ સોની વેપારીઓ બંધ પાળશે. ભાવનગરમાં જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન, વોરબજાર ચોકસી મંડળ, ભાદેવા શેરી સુવર્ણકાર એસોસિએશન, પિરછલ્લા શેરી, શેરડી પીઠ સહિતના એસોસિએશનોએ આ બંધમાં જોડાવાની જાહેરાત કરી છે.