@દિવ્યેશ પરમાર
Surat :સુરતના સરથાણા પોલીસ મથકમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી.જેમાં એડી ટેક ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીઓ દ્વારા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.સામે પોલીસ દ્વારા તમામ વિદ્યાર્થીનીઓ ને રક્ષાબંધનની ભેટ સ્વરૂપે સાયબર ક્રાઈમ ની માહિતી પાઠવી માર્ગદર્શન આપ્યું હતું. સુરત પોલીસ હંમેશા લોકોની રક્ષા કાજે તત્પર રહે અને સતત લોકોની રક્ષા કરે તેવા શુભ હેતુથી સરથાણા પોલીસ મથકમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી.
સુરતના એડી ટેક ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીનીઓ દ્વારા સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મીઓને રાખડી બાંધી લાંબા આયુષ્યની તેમજ લોકોના કર્યો કરવા પોલીસ જવાનો હંમેશા તત્પર રહે તેવી મનોકામના માંગી હતી.
તમામ પોલીસ જવાનો ને રાખડી બાંધ્યા બાદ પોલીસ જવાનો એ પણ પોતાની આ વિદ્યાર્થીની બહેનો ને અનોખી ભેટ આપી હતી.અને સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડ વિશે માહિતી આપી હતી.
મહત્વનું છે કે આજ ના સમય માં વિદ્યાર્થી જીવન માં પણ સોશિયલ મીડિયા નું મહત્વ ઘણું વધ્યું છે.તેવામાં વિદ્યાર્થીનીઓ સાયબર ફ્રોડનો શિકારના બને તે માટે પોલીસ દ્વારા બનાવવામાં આવેલ સાયબર રથ સાથે તમામ વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઈમ થતા અટકાવવા શુ કરવું અને તેનાથી કેવી રીતે બચવું તે અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડી રક્ષાબંધન ની અનોખી ભેટ આપી હતી.
આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને
આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત
આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા