Not Set/ કોરોના કાળમાં જીમ બંધ થતા જીમ ટ્રેનર બન્યો ચોર, સસરા સાથે મળીને ચોરી કરતા ઝડપાયો

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યુ છે કે તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં થયેલી ચોરીના ગુનાને આ ત્રણેય આરોપીઓ ભેગા મળી અંજામ આપ્યો હતો.

Ahmedabad Gujarat
A 105 કોરોના કાળમાં જીમ બંધ થતા જીમ ટ્રેનર બન્યો ચોર, સસરા સાથે મળીને ચોરી કરતા ઝડપાયો

કોરોનાને કારણે રાજ્યમાં સરકારે જિમ બંધ કરી દીધા છે. તેવામાં બોપલમાં જિમ ટ્રેનર તરીકે ફરજ બજાવતા ત્રણ લોકોએ સાથે મળી ઘરફોડ ચોરીનું કામ શરૂ કર્યું હતું. ત્યારે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીના ગુનામાં કુખ્યાત ચીખલીગર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડયા છે. મહત્વનુ છે કે પકડાયેલા ત્રણેય શખ્સોમાંથી બે આરોપીઓ બોપલમાં જીમ ટ્રેનર તરીકે કામ કરતા અને રાત્રી દરમિયાન ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા હોવાનુ ખુલ્યુ છે.તેમજ અગાઉ પણ ઘરફોડ ચોરીના કેસોમાં આરોપીઓ પકડાઇ ચૂક્યા છે. કેમ જીમ ટ્રેનર ચોરીનાં રવાડે ચઢ્યો જુઓ આ અહેવાલમાં.

આ ત્રણેય શખ્સ ચીખલીગર ગેંગના સાગરિતો છે. જેમાંથી મુખ્ય સૂત્રધાર જશપાલસિંહ ઉર્ફે પ્રધાન સિંઘ સરદાર પોતાના અન્ય બે સાગરીતો સાથે ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતો હતો.અન્ય બે શખ્સો મહેન્દ્રસિંહ સરદાર અને ગબ્બર સિંહ સરદાર અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યા છે.ત્યારે સૌથી મહત્વની અને ચોંકાવનારી વાત એ છે કે આરોપી જશપાલસિંગ છેલ્લાં એક વર્ષથી બોપલમાં જીમ ટ્રેનર તરીકે નોકરી કરતો હતો અને કોરોનાનાં કાળમાં જીમ બંધ થઈ જતા ધરફોડ ચોરી કરવાનુ શરૂ કર્યુ હતુ.

આ પણ વાંચો :જો તમારા પાસે ઈકો કાર છે, તો સાચવજો, શહેર બાદ ગ્રામ્યમાં સાઈલેન્સર ચોરી કરતી ગેંગ ઝડપાઈ

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યુ છે કે તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં થયેલી ચોરીના ગુનાને આ ત્રણેય આરોપીઓ ભેગા મળી અંજામ આપ્યો હતો. જોકે પોલીસે CCTV ફૂટેજ આધારે આરોપીઓ પાસેથી રૂપિયા ચોરીનાં 81 હજારનાં મુદ્દામાલ સહિત કુલ 1.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછમા સામે આવ્યુ કે આરોપીઓ એક જ પરિવારના છે અને સસરા અને જમાઈ છે.

આ પણ વાંચો :કંટ્રોલ રૂમમાં ફોન જતા જલસા કરતા નબીરા થયા જેલ ભેગા

મહત્વનુ છે કે છેલ્લાં એક વર્ષથી શહેરનાં તમામ જીમ કોરોનાના કારણે બંધ રહેતા અનેક જીમ ટ્રેનર બેરોજગાર થયા છે, ત્યારે આ ગુનામાં ઝડપાયેલા જીમ ટ્રેનર જશપાલસિંહે અન્ય કોઈ ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :સગા કાકાના દીકરાએ છરી ધા મારી યુવકને ઉતારો મોતને ઘાટ