અપહરણ/ પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, પોરબંદરના દરિયાકિનારેથી 35 માછીમારોને બનાવ્યા બંધક

પાકિસ્તાન દ્રારા ત્રણ બોટ સાથે 35 માછીમારોના અપહરણ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

Gujarat Others
a 9 પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, પોરબંદરના દરિયાકિનારેથી 35 માછીમારોને બનાવ્યા બંધક

પાકિસ્તાન દ્રારા અવારનવાર ભારતીય જળસીમામાં ઘુસીને માછીમારોના અપહરણ કરવામાં આવે છે. જેની સામે માછીમારો અને તેના પરિવારજનોમાં રોષ વધી રહ્યો છે, ત્યારે આ સમયે પાકિસ્તાન મરીન ફોર્સે ભારતીય જળસીમા નજીક પોરબંદરની 6 બોટો સાથે 35 માછીમારોનું અપહરણ કર્યું છે. જો કે હજુ સુધી માછીમારોના નામ અને બોટના નામ જાણી શકાયા નથી. બીજી બાજુ માછીમારોના અપહરણને લઈ માછીમાર સમાજમાં પાકિસ્તાન સામે રોષની લાગણી છવાઇ છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પાકિસ્તાને તેની નાપાક હરકતથી સૌરાષ્ટ્રના 4 બોટ સાથે 24 માછીમારોનું અપહરણ કર્યુ હતું. પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોના અપહરણને કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે.

આ પણ વાંચો : વડોદરાનાં ગોઠડા નજીક કેમિકલ કંપનીમાં આગ, 8 કર્મચારીઓ ઇજાગ્રસ્ત

માછીમાર એસોસિએશનના અગ્રણી મનીષભાઇ લોઢારીએ જણાવ્યું કે, માછીમારો ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહ્યા હતા, તે જ સમયે મરીન ફોર્સ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન અવારનવાર અમારા માછીમારોનું અપહરણ કરી રહ્યું છે. તેમણે સરકારને આ સંદર્ભે કોઇ કડક પગલા ભરવાની માંગ કરી છે. માછીમારોના અપહરણથી તેમના પરિવારોની હાલત કફોડી બની છે.

આ પણ વાંચો : જામનગરને શર્મસાર કરતી ઘટના, એક તરુણી પર ત્રણ નરાધમોએ આચર્યું દુષ્કર્મ

આપને જણાવી દઈએ કે, આજે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પોરબંદરની 6 બોટ અને 35 માછીમારોના અપહરણ કરાયા છે. ભારતીય જળસીમા નજીક બોટો ફિશિંગ કરી રહી હતી તે દરમિયાન પાક મરીન સિક્યુરીટીની શીપ ત્યાં ધસી આવી હતી અને બંદુકના નાળચે પોરબંદરની 6 બોટ અને તેમાં સવાર આશરે 35 માછીમારોના અપહરણ કર્યા છે અને તમામને કરાચી તરફ લઇ જવામાં આવ્યા છે. કયા લોકોના અપહરણ કરવામાં આવ્યા છે તેના નામ હજુ સુધી સામે આવ્યા નથી.

અમદાવાદ બાદ સૂરતમાં પણ કરર્ફ્યૂનો સમય વધારાયો, રાતે 9થી સવારે 6 સુધી રહેશે કરર્ફ્યૂ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…