ભીષણ આગ/ અમદાવાદના રખિયાલમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહિ

અમદાવાદના રખિયાલમાં આજે સોમવારે સવારે 9.30 વાગે આગ લાગવાની ઘટના સામે આવી હતી.   ઓઢવની ચાલી પાસે લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થળ ઉપર હાજર લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.   લોકોની સજાગતા ને કારણે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ, આર્થિક રીતે મોટું નુકશાન […]

Ahmedabad Gujarat
fire symbolic 1mf અમદાવાદના રખિયાલમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહિ

અમદાવાદના રખિયાલમાં આજે સોમવારે સવારે 9.30 વાગે આગ લાગવાની ઘટના સામે આવી હતી.

 

ઓઢવની ચાલી પાસે લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થળ ઉપર હાજર લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

 

લોકોની સજાગતા ને કારણે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ, આર્થિક રીતે મોટું નુકશાન થયું હતું. આગ કેમ લાગી તે કારણ હાલ બહાર આવ્યું નથી. જોકે, ફાયરની ટીમ દ્વારા તેની તપાસ હાલ ચાલી રહી છે.સ્થાનિક પોલીસને ઘટના અંગેની માહિતી મળતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘટનાસ્થળ ઉપર ભેગી થઈ રહેલી ભીડને કાબૂમાં કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો.