Not Set/ સુરેન્દ્રનગરનાં મૂળી અને ધ્રાંગધ્રામાં ત્રણ લોકોને રસી લીધા બાદ શરીર પર ચાવી અને કિચન ચોંટવા લાગ્યાં

રાજ્યમાં કોરોનાની બીજી લહેર મંદ પડી ગઇ છે. ત્યારે હવે લોકો આ વાયરસને હરાવવા માટે વેક્સિન લેવા માટે કેન્દ્ર પર મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

Gujarat Others
1 415 સુરેન્દ્રનગરનાં મૂળી અને ધ્રાંગધ્રામાં ત્રણ લોકોને રસી લીધા બાદ શરીર પર ચાવી અને કિચન ચોંટવા લાગ્યાં

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

રાજ્યમાં કોરોનાની બીજી લહેર મંદ પડી ગઇ છે. ત્યારે હવે લોકો આ વાયરસને હરાવવા માટે વેક્સિન લેવા માટે કેન્દ્ર પર મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે હવે એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેણે તંત્ર અને સરકારને પણ વિચારવા મજબૂર કરી દીધા છે. જણાવી દઇએ કે, સુરેન્દ્રનગર જિલ્લાનાં મૂળી અને ધ્રાંગધ્રામાં કોરોના વેક્સિન લીધા બાદ શરીરમાં ચુંબકીય બનાવ બન્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મૂળીના બે વ્યક્તિના અને ધ્રાંગધ્રાના એક વ્યકિતના શરીરમાં વેક્સિન લીધા બાદ ચાવી, મોબાઇલ અને ચમચી સહિતની ચીજવસ્તુઓ ચોંટતી હોવાનો બનાવથી લોકોમાં અચરજ ફેલાવા પામ્યું છે.

1 416 સુરેન્દ્રનગરનાં મૂળી અને ધ્રાંગધ્રામાં ત્રણ લોકોને રસી લીધા બાદ શરીર પર ચાવી અને કિચન ચોંટવા લાગ્યાં

અમદાવાદ: CM અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદની મુલાકાતે, 2022 વિધાનસભાની ચૂંટણી અંગે નેતાઓ સાથે કરશે ચર્ચા

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાના પરિવારમાં વેક્સિન લીધેલા 2 વ્યક્તિઓને વેક્સિન લીધા બાદ તેમનું બોડી જાણે ચુંબકિય થઈ ગયું હોય એવું વીડિઓમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. વેક્સિન લીધેલી વ્યક્તિઓની બોડી સાથે ખરેખર રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો પ્લાસ્ટિકની વસ્તુ, ચાવી, કિચન મોબાઈલ સહિતની અનેક ચીજવસ્તુઓ એમના બોડી સાથે ચોંટી જાય છે. જ્યારે ઘસીને બોડી સાફ કર્યા પછી પણ આ બધી જ વસ્તુઓ એમના બોડી સાથે ચોંટી જતુ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. હાલમાં તો આ ઘટનાઓથી વિસ્તારની અંદર ડરનો માહોલ ઉભો થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના એક વ્યક્તિના શરીરમાં પણ કોરોના વેક્સિન બાદ ચીજવસ્તુઓ ચોંટતી હોવાની વિગતો સામે આવી છે. તો આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનથી આવુ થવુ સંભવ ન હોવાની જાણકારી આપવામાં આવી હતી.

1 417 સુરેન્દ્રનગરનાં મૂળી અને ધ્રાંગધ્રામાં ત્રણ લોકોને રસી લીધા બાદ શરીર પર ચાવી અને કિચન ચોંટવા લાગ્યાં

મધ્યમ વર્ગની મુશ્કેલીને વાચા: સરકાર શાળાના બાળકોને શિક્ષણ ફી,પાઠય પુસ્તકો,ઓનલાઇન શિક્ષણમાં મોબાઈલ નિઃશુલ્ક આપે : અરજણ ભુડિયા,ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં રવિવારે સતત બીજા દિવસે પણ 500 કરતા ઓછા નવા કેસ સામે આવ્યા છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રવિવારે 455 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા હતા. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,19,831 પહોચ્યો છે. ગુજરાતમાં આ સમયે 6 લોકોનાં મોત થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,997 લોકોનાં મોત કોરોનાને કારણે થયાં છે. રાજ્યમાં રવિવારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1,063 છે.  ગુજરાતમાં ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,00,075 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 10,249 છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

kalmukho str 8 સુરેન્દ્રનગરનાં મૂળી અને ધ્રાંગધ્રામાં ત્રણ લોકોને રસી લીધા બાદ શરીર પર ચાવી અને કિચન ચોંટવા લાગ્યાં