ચૂંટણી પ્રચાર/ ગુજરાતમાં પ્રિયંકા ગાંધીનો રોડ શો ,નવરાત્રીમાં કોંગ્રેસના શક્તિવંદના કાર્યક્રમમાં આવી પ્રચારના શ્રી ગણેશ કરાવશે

રાહુલ ગાંધી યાત્રામાં હોવાથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કમાન પ્રિયંકા સંભાળી શકે છે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ સક્રિય..

Top Stories Gujarat Vadodara
bjp 8 ગુજરાતમાં પ્રિયંકા ગાંધીનો રોડ શો ,નવરાત્રીમાં કોંગ્રેસના શક્તિવંદના કાર્યક્રમમાં આવી પ્રચારના શ્રી ગણેશ કરાવશે

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારનો પ્રારંભ આ વખતે પ્રિયંકા ગાંધી કરાવશે, નવરાત્રિ માં શક્તિ વંદના કાર્યક્રમની સાથે રોડ શોના કાર્યક્રમમાં ભાગ લેવા આવશે, રાહુલ ગાંધી હાલ યાત્રામાં હોવાથી બહેન પ્રિયંકા ગુજરાત ચૂંટણીની કમાન સાંભળી શકે છે.

વિધાનસભા ચૂંટણી પુર્વે કોંગ્રેસ પણ એકદમ એક્ટિવ થઈ ગઈ છે અને અને ચૂંટણી લક્ષી કાર્યક્રમો અને સંગઠન ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને કાર્યકરોને લોકોની વચ્ચે જવા તથા રાહુલ ગાંધીએ આપેલા આઠ વચનો જન-જન સુધી પહોંચાડવાનું આહવાનને અનુસંધાનમાં કોંગ્રેસ  પ્રદેશ નેતાઓની ટીમ કામે લાગી છે.

ગુજરાત કોંગ્રેસની તાજેતરમાં મળેલી કારોબારીની બેઠકમાં નવરાત્રીથી દિવાળી સુધીના અલગ અલગ કાર્યક્રમો નકકી કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સંદર્ભે બાઈકરેલી યોજવાનું પણ નકકી કરવામાં આવ્યુ હતું. રાહુલ ગાંધી યાત્રામાં વ્યસ્ત હોવાથી ગુજરાત ના ચૂંટણી પ્રચારમાં પ્રિયંકા ગાંધી સક્રીય રહેશે, જેમાં પ્રિયંકા ગાંધી ના રોડ-શોનો કાર્યક્રમ તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. નવરાત્રી દરમ્યાન કોંગ્રેસ રાજયભરમાં શક્તિવંદના કાર્યક્રમ કરશે.

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વડોદરામાં રોડ શો કરશે અને આણંદમાં મહિલા સંમેલનમાં ભાગ લેશે. વડોદરામાં ગરબા મહોત્સવમાં પ્રિયંકા ગાંધી હાજરી આપે તેવી શકયતા છે. તમામ મતદાન બુથ પર નાગરિક અધિકાર પત્ર પહોંચાડશે. સાથે સાથે “કોંગ્રેસ નું કામ બોલે છે”, નો પ્રચાર થશે અને ભાજપ શાસનની નિષ્ફળતા દર્શાવતી પત્રિકા તૈયાર કરવામાં આવી છે. મારૂ બુથ મારૂ ગૌરવ હેઠળ એક કરોડથી વધુ પત્રિકાનું વિતરણ કરાશે.

Sports/ નેશનલ ગેમ્સના ઇતિહાસ અને રસપ્રદ ફેક્ટ્સ વિશે આવો જાણીએ…..