ગુજરાત/ જો તમે આજે અમદાવાદ થી રેલવે મુસાફરી કરવાના છો ? તો વાંચી લો તમે પણ

અમદાવાદ ડિવિઝનમાં સાબરમતી જંક્શન સ્ટેશન નજીક રેલવે લાઇનની ઉપર ગર્ડરનું લોન્ચિંગ કરવાની કામગીરી ને પગલે રેલવેએ આજે 5 કલાકનો ટ્રાફિક

Gujarat Others
Untitled 43 જો તમે આજે અમદાવાદ થી રેલવે મુસાફરી કરવાના છો ? તો વાંચી લો તમે પણ

આપણા  રાજય માં  મોટા ભાગના લોકો મધ્યમ વર્ગ ના છે .  ત્યારે લોકો વધુ  મુસાફરી માટે   રેલ્વે પસંદ કરતા  હોય છે . ત્યારે આજે   રવિવારે અમદાવાદ થી રેલવે મુસાફરી કરનારા માટે  એક મહત્વના  સમાચાર આવી રહ્યા છે . જો તમે આજે  માં રેલવે મુસાફરી કરવાનું આજે  વિચારતા હોય તો આ સમાચાર પણ વાંચી લેજો .

આ પણ વાંચો :સેન્સેક્સ પ્રથમ વખત 58 હજારને પાર ખુલ્યો, નિફ્ટી પણ ઉચ્ચતમ સ્તર પર

અમદાવાદ ડિવિઝનમાં સાબરમતી જંક્શન સ્ટેશન નજીક રેલવે લાઇનની ઉપર ગર્ડરનું લોન્ચિંગ કરવાની કામગીરી ને પગલે રેલવેએ આજે 5 કલાકનો ટ્રાફિક અને પાવર બ્લોક આપવામાં આવ્યો છે, આજે  સવારે લગભગ 9.30 વાગ્યા થી બપોર સુધી ટ્રેનોનું સંચાલન બંધ રહેશે. રેલવે અધિકારીએ જણાવ્યું કે, રાજકોટથી કોઈમ્બતુર જતી સ્પેશિયલ ટ્રેન સવારે 9.30 વાગે પસાર થયા બાદ બ્લોક શરૂ થશે, જેના પગલે અમદાવાદથી સોમનાથ જતી ટ્રેન રવિવારે અમદાવાદ અને સાબરમતી વચ્ચે કેન્સલ કરાતા આ ટ્રેન કાલુપુરને બદલે સાબરમતીથી ઊપડશે. જ્યારે ઓખા-ગુવાહાટી પાર્સલ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર સિકંદરાબાદ-રાજકોટ ટ્રેન અમદાવાદ સ્ટેશન પર રેગ્યુલેટ કરવામાં એટલે કે જ્યાં સુધી બ્લોક પૂર્ણ ન થાય ત્યાં સુધી રોકી રખાશે.આમ આજે આ રૂટ ઉપર બ્લોક અપાતા રેલ યાત્રીઓ અટવાય નહિ તે માટે અન્ય વિકલ્પ વિચારી શકે છે.

આ પણ વાંચો :ટી20 વર્લ્ડકપ પહેલા ઈંગ્લેન્ડની વધી મુસિબત, આ ઓલરાઉન્ડર ખેલાડી ટીમમાંથી થયો બહાર