Not Set/ પોપ્યુલર બિલ્ડર્સ IT દરોડા/ બેનામી મિલકતોનો આંક 500 કરોડ પાર જાય તેવી આશંકા

પોપ્યુલર બિલ્ડર પર IT દરોડાની તપાસમાં ઘટસ્ફોટ બેનામી મિલકતોના આંક 500 કરોડ પાર કરી જાય તેવી શક્યતા પોપ્યુલર બિલ્ડરની કો.હા.સો.માં ઝડપાઇ બેનામી મિલકત 12 થી 13 કો.ઓ.હા.સો.બેનામી મિલકત હોવાની આશંકા સહી કરેલી બેંકોની ચેકબુકો મળી  5 જેટલી સહકારી બેંકોની ચેકબુકોનો મળ્યો જથ્થો   અમદાવાદનાં પ્રખ્યાત પોપ્યુલર બિલ્ડર્સવાળા રમણ પટેલ, છગનભાઇ પટેલ, દશરથ પટેલ અને વીરેન્દ્ર પટેલ […]

Ahmedabad Gujarat
10358d30aee54172de4dba099d7694b8 પોપ્યુલર બિલ્ડર્સ IT દરોડા/ બેનામી મિલકતોનો આંક 500 કરોડ પાર જાય તેવી આશંકા
10358d30aee54172de4dba099d7694b8 પોપ્યુલર બિલ્ડર્સ IT દરોડા/ બેનામી મિલકતોનો આંક 500 કરોડ પાર જાય તેવી આશંકા

  • પોપ્યુલર બિલ્ડર પર IT દરોડાની તપાસમાં ઘટસ્ફોટ
  • બેનામી મિલકતોના આંક 500 કરોડ પાર કરી જાય તેવી શક્યતા
  • પોપ્યુલર બિલ્ડરની કો.હા.સો.માં ઝડપાઇ બેનામી મિલકત
  • 12 થી 13 કો.ઓ.હા.સો.બેનામી મિલકત હોવાની આશંકા
  • સહી કરેલી બેંકોની ચેકબુકો મળી 
  • 5 જેટલી સહકારી બેંકોની ચેકબુકોનો મળ્યો જથ્થો
     

અમદાવાદનાં પ્રખ્યાત પોપ્યુલર બિલ્ડર્સવાળા રમણ પટેલ, છગનભાઇ પટેલ, દશરથ પટેલ અને વીરેન્દ્ર પટેલ એમ ચાર ભાઈઓ સહિત ચાર બ્રોકરોને ત્યાં આઇટીના અધિકારીઓએ દરોડાની કામગીરી ચાલુ રાખતા વધુ ચાર બેન્ક લોકરો સીલ કર્યા છે. આમ હવે કુલ મળી 22 લોકર સીલ કરાયા છે. જ્યારે અત્યાર સુધી 77 લાખની રોકડ રકમ પણ મળી આવી છે. 

દરોડામાં હાથમાં આવેલા જમીનના દસ્તાવેજોની ચકાસણી પણ શરૂ કરાઇ છે, આ જમીનો ગ્રૂપ સાથે સંકળાયેલા એસ્ટેટે બ્રોકર કમ બિલ્ડરોએ બાનાખત કરીને લીધી છે. જમીનની કુલ કિમંત સુધી આઇટીની ટીમ પહોચી શકી નથી પરંતુ નજીકના દિવસોમાં પોપ્યુલર ગ્રૂપ દ્વારા કેટલું બ્લેકમની ડાઇવર્ટ કરાયું તેની માહિતી બહાર આવશે. 

પોપ્યુલર બિલ્ડર્સ જૂથ સાથે સંકળાયેલા ભરત પટેલને ત્યાં દરોડાની કામગીરી હજુ ચાલુ રાખવમા આવી છે. ભરત પટેલને પોપ્યુલર બિલ્ડર્સ મામલે માસ્ટમાઇન્ડ માનવામા આવે છે. ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે આઇટી વિભાગે પોપ્યુલર બિલ્ડર ગ્રુપના બિલ્ડરો અને તેમના પરિવારજનો તેમજ એસ્ટેટ બ્રોકર્સ સહિતનાં 27 સ્થળે દરોડા પાડયા હતા.

દરોડની કામગીરી ચાલુ રાખવામા આવતા કાંકરિયા મણિનગર સહકારી બેન્ક, બેન્ક મહારાષ્ટ્ર, સુરત સહકારી બેન્ક અને અમદાવાદ ડિસ્ટ્રિકટ બેન્કના સહી કરેલા કોરા ચેક આઇટીના અધિકારીઓને મળી આવ્યા છે. આ ચેક કોને આપવાના હતા તેની તપાસ ચાલી રહી છે. ગ્રુપના પ્રમોટરો દ્વારા સુનિધિ, સૂર્યમુખી, સોમેશ્વર દર્શન, શ્રી હનુમાન દર્શન, કુમકુમનગર જેવી અનેક કો-ઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળીઓ, આશરે 96 કંપનીઓ બનાવી અંદાજે 250 કરોડના સંદિગ્ધ વ્યવહારો કર્યા હોવાનું બહાર આવ્યું છે. બેનામી મિલકતોના આંક 500 કરોડ પાર કરી જાય તેવી શક્યતાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….