Not Set/ કોયલી ખાડીમાં આવ્યું પૂર, ખાડીમાં પડી જવાથી એક વ્યક્તિનું થયું મોત

સુરત સુરતના બારડોલીમાં કોયલી ખાડીમાં પૂર આવ્યું હતું. જેમાં બે યુવકો ડૂબી જતા એક યુવકનું મોત થયું હતું. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કોયલી ખાડીમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે . ખાડીને અડીને આવેલ ઇસ્લામપુરાના રહેણાંક વિસ્તારોમાં અસર જોવા મળી હતી. એક મકાનમાં પાણીનો ભરાવો થતા બે યુવકો સમાન ખસેડવામાં પડ્યા […]

Gujarat Surat Trending
kjlfdshf 5 કોયલી ખાડીમાં આવ્યું પૂર, ખાડીમાં પડી જવાથી એક વ્યક્તિનું થયું મોત

સુરત

સુરતના બારડોલીમાં કોયલી ખાડીમાં પૂર આવ્યું હતું. જેમાં બે યુવકો ડૂબી જતા એક યુવકનું મોત થયું હતું. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કોયલી ખાડીમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે .

ખાડીને અડીને આવેલ ઇસ્લામપુરાના રહેણાંક વિસ્તારોમાં અસર જોવા મળી હતી. એક મકાનમાં પાણીનો ભરાવો થતા બે યુવકો સમાન ખસેડવામાં પડ્યા હતા. સામાન ખસેડતી વખતે બંને યુવાનો ખાડીમાં પડી ગયા હતા.

જે પૈકી 19 વર્ષીય ઉષઅમાન આકુજી નામના યુવકની ડુબી જવાથી મોત થયું હતું. ૨ બે યુવકો પેકી એક યુવક બચી ગયો હતો. જયારે બીજા યુવાનનું ડૂબી જતા મોત થયું હતું. સ્થાનિકોએ યુવાનને બહાર કાઢી બારડોલી સરદાર હોસ્પિટલ લઇ જવાયાં હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.