સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે યોજવામાં આવેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકોટ ભાજપે વિજય પ્રાપ્ત કર્યો છે. 72 માં થી 68 બેઠકો પર કબજો જમાવ્યો છે.રાજકોટ મહાપાલિકાની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થઈ ગયા બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મતદાન આડે હવે બે જ દિવસ બાકી રહ્યાં છે. ત્યારે પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 અને 11 તાલુકા પંચાયતની 202 બેઠક પર આજ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયો છે.. રાજકોટ જિલ્લામાં વિવિધ મતદાન મથકો પર 3 હજાર પોલીસ જવાનનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
Arrested / રાજકોટમાં વિધવા પાસે 72 કરોડની ખંડણી માંગનારની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પંચાયતોની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે સહિતનાં રાજકીય પક્ષોએ છેલ્લા દિવસોમાં તમામ તાકાત કામે લગાડી છે. આમ આદમી પાર્ટી પંચાયતોમાં સરેરાશ 25 ટકા જેટલી બેઠકો લડી રહી છે. માહાપાલિકાની ચૂંટણીનાં પરિણામો બાદ જ્યાં આપ મેદાનમાં છે ત્યાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકમાં આપના 21 ઉમેદવારો મેદાનમાં છે. જેતપુર તાલુકા સહિતની બેઠકોમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. મહાપાલિકામાં આપ કોંગ્રેસને નડી જતા હવે પંચાયતોમાં મતોનું વિભાજન અટકાવવા કોંગ્રેસે કમર કસી છે.રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની આગામી રવિવારે યોજાનાર ચૂંટણીમાં 3 હજારથી વધુ સુરક્ષા જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં કુલ 680 બિલ્ડીંગમાં 1079 મતદાન મથકો પર રાખવામાં આવ્યા છે.
Rajkot / દિલ્હી-રાજકોટ ફ્લાઇટના મુસાફરોનો બચાવ, માથેથી મોટી ઘાત ટળી
આ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, 1082 પોલીસ જવાન, 2 કંપની અને 1 પ્લાટુન એસઆરપી, એક કંપની સીઆઈએસએફ, 1625 હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનો બંદોબસ્ત રહેશે. આ ઉપરાંત જિલ્લાના તમામ સ્ટ્રોંગરૂમ ખાતે એસઆરપીનો સજ્જડ બંદોબસ્ત મૂકવામાં આવશે. જિલ્લામાં આવતા 18 પોલીસ મથકો પર સંવેદનશીલ-અતિસંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, ફલેગમાર્ચ અને એરીયા ડોમીનેશન કરવામાં આવી રહ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…