રાજયમાં 2022માં વિધાન સભાની ચૂંટણી યોજવાની છે . જે અંતર્ગત અત્યારથી જ વિભાગ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નિર્ધારિત દિવસોમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં આવતીકાલે રવિવારે ખાસ ઝુંબેશનો અંતિમ દિવસ છે. ત્યારે નજીકના મતદાન મથકો ઉપર સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી નવા ચૂંટણી કાર્ડ કાઢવાની તેમજ ફેરફાર કરવાની કામગીરી હાથ ધરાશે.
ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા-2022 માટેનો કાર્યક્રમ જાહેર થયો છે. જેમાં 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવાનો મતદાર યાદીમાં નામ નોંધાવે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણીપંચ દ્વારા તા.1/1/2022ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો મતદાર યાદી નામ નોંધાવી શકશે.
આ પણ વાંચો :ports / ICCએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર 2021 તાત્કાલિક અસરથી કર્યો રદ
નવેમ્બર મહિના દરમિયાન મતદારો મતદારયાદીમાં નામ નોંધણી, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ ઓફિસરોને હક્ક દાવાઓ રજુ કરી શકશે. તા.05/01/2022 ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે.
મતદારોમાં નામ દાખલ, કમી કે વિગતોમાં સુધારા માટેના ઓનલાઈન માધ્યમો દ્વારા પણ કરી શકાશે. મતદારો www.nvsp.in અથવા www. voterportal.eci.gov.in અથવા www.ceo .gujarat.gov.inપર મતદારયાદીમાં નામ છે કે નહી તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરી શકશે.
આ પણ વાંચો :Business / કોવિડ વેક્સીન કંપનીઓ પ્રતિ સેકન્ડ કમાઈ રહી છે આટલા રૂપિયા….