Not Set/ અમદાવાદ/ શોર્ટકટમાં રૂપિયા કમાવવાની લાલસા પડી ભારે, સ્થાનિકોએ આરોપીને પકડી કર્યો પોલીસનાં હવાલે

અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં વિરાટનગર કેનાલ પાસે આવેલ ક્રિષ્ના ગોલ્ડ પેલેસ માં થયેલી લૂંટનાં મામલામાં પોલીસને વધુ સફળતા હાથ લાગી છે. પિસ્તોલ લઇને લૂંટ કરવા આવેલ આરોપીને નિકોલ પોલીસે ઝડપી પાડ્યો હતો અને પૂછપરછમાં તેના સાગરીતની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે આ ષડયંત્રને અંજામ આપવા કારસો રચ્યો હતો. આ સમગ્ર મામલાની પોલીસને […]

Ahmedabad Gujarat
Jwellers Shop Crime અમદાવાદ/ શોર્ટકટમાં રૂપિયા કમાવવાની લાલસા પડી ભારે, સ્થાનિકોએ આરોપીને પકડી કર્યો પોલીસનાં હવાલે

અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં વિરાટનગર કેનાલ પાસે આવેલ ક્રિષ્ના ગોલ્ડ પેલેસ માં થયેલી લૂંટનાં મામલામાં પોલીસને વધુ સફળતા હાથ લાગી છે. પિસ્તોલ લઇને લૂંટ કરવા આવેલ આરોપીને નિકોલ પોલીસે ઝડપી પાડ્યો હતો અને પૂછપરછમાં તેના સાગરીતની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે આ ષડયંત્રને અંજામ આપવા કારસો રચ્યો હતો. આ સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં પોલીસે હાલ લૂંટ કરવા આવેલા આરોપીનાં સાગરીતને ઝડપી પાડયો છે.

ઉલ્લેખનીય છે કે ક્રિષ્ના જ્વેલર્સ માં પિસ્તોલ લઇને આરોપી લૂંટ કરવા ઘૂસી ગયા અને મારામારી કરી પરંતુ વેપારીની સતર્કતા અને સ્થાનિકોની મદદથી પિસ્તોલ સાથે લૂંટ કરવા આવેલા આરોપીને તેમણે ઝડપી પાડ્યો હતો અને નિકોલ પોલીસનાં હવાલે કર્યો હતો. જેમા હાલ પોલીસે તેને રિમાન્ડ પર લઇ હકીકતમાં મૂળ સુધી પહોંચવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.