Not Set/ ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસા અંગે હાર્દિક પટેલે આપી આ પ્રતિક્રિયા, જુઓ

પુણેના ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસાની આગ સમ્રગ મહારાષ્ટ્રમાં વર્તાઈ રહી છે. ઠેર-ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન, તોડફોડ અને આગચંપીના બનાવો સામે આવી છે. આ મુદ્દાને લઇ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓના આગેવાનો દ્વારા એકબીજા પર લગાવવામાં આવતા આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે પાટીદાર આનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે પણ પહેલીવાર આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. હાર્દિક […]

Gujarat
hardikpatelpti m ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસા અંગે હાર્દિક પટેલે આપી આ પ્રતિક્રિયા, જુઓ

પુણેના ભીમા-કોરેગાંવમાં થયેલી હિંસાની આગ સમ્રગ મહારાષ્ટ્રમાં વર્તાઈ રહી છે. ઠેર-ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન, તોડફોડ અને આગચંપીના બનાવો સામે આવી છે. આ મુદ્દાને લઇ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓના આગેવાનો દ્વારા એકબીજા પર લગાવવામાં આવતા આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે પાટીદાર આનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે પણ પહેલીવાર આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.

હાર્દિક પટેલે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “આ ખૂબ જ દુઃખની વાત છે. દેશ આઝાદ થયાના ૭૦ વર્ષ બાદ પણ દલિતો પર અત્યાચાર થઇ રહ્યા છે એ દુઃખની વાત છે”.