Not Set/ ભારતીય સેનાએ લીધો શહાદતનો બદલો, જવાબી કાર્યવાહીમાં પાક.ના ૧૦ રેન્જર્સ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં બોર્ડર પાર ભારત અને પાકિસ્તાન વચ્ચે પરીસ્થિતિ વધુ તંગદીલી બનતી જોવા મળી રહી છે. બુધવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફના એક જવાન શહીદ થયા હતા. ત્યારે આ શહાદતનો બદલો ભારતીય સેનાએ માત્ર ૨૪ કલાકમાં જ લઇ લીધો છે. પાકિસ્તાનને તેની હરકતનો જવાબ આપતા ભારતીય સેનાએ મોદી સરકારના નિવેદન “એકના બદલામાં દસ” ના પગલા […]

Top Stories
IndianArmynew ભારતીય સેનાએ લીધો શહાદતનો બદલો, જવાબી કાર્યવાહીમાં પાક.ના ૧૦ રેન્જર્સ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં બોર્ડર પાર ભારત અને પાકિસ્તાન વચ્ચે પરીસ્થિતિ વધુ તંગદીલી બનતી જોવા મળી રહી છે. બુધવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફના એક જવાન શહીદ થયા હતા. ત્યારે આ શહાદતનો બદલો ભારતીય સેનાએ માત્ર ૨૪ કલાકમાં જ લઇ લીધો છે.

પાકિસ્તાનને તેની હરકતનો જવાબ આપતા ભારતીય સેનાએ મોદી સરકારના નિવેદન “એકના બદલામાં દસ” ના પગલા પર અનુસરી હતી અને પાક.ના ૧૦ રેન્જર્સને ઠાર કર્યા હતા. અને સાથે સાથે એલઓસી પર પાકિસ્તાનની ત્રણ પોસ્ટને પણ તબાહ કરી હતી.

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં પાકિસ્તાને બુધવારે સીઝફાયર ઉલ્લંઘન કરતા ગોળીબાર કર્યો હતો અને જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયા હતા.

તસ્વીર પ્રતીકાત્મક છે.