omicron cases in india/ ઓમિક્રોનના BF7 વેરિઅન્ટની ગુજરાતમાં એન્ટ્રી, વડોદરાની NRI મહિલા થઈ સંક્રમિત

હવે ગુજરાતના વડોદરામાં પણ BF7નો કેસ નોંધાયો છે. એક NRI મહિલા આ પ્રકારથી સંક્રમિત હોવાનું કહેવાય છે. તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા…

Top Stories Gujarat Vadodara
Omicron BF7 variant Gujarat

Omicron BF7 variant Gujarat: કોરોનાના કહેર ફરી એકવાર વિશ્વને ડરાવવાનું શરૂ કર્યું છે. ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ BF7 ચીનમાં રેકોર્ડ કેસોનું કારણ બની રહ્યું છે. હવે ગુજરાતના વડોદરામાં પણ BF7નો કેસ નોંધાયો છે. એક NRI મહિલા આ પ્રકારથી સંક્રમિત હોવાનું કહેવાય છે. તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

ગુજરાતમાં વધુ બે કેસ સામે આવ્યા છે, જેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પણ BF7થી સંક્રમિત છે. પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી અને વધુ તપાસ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. હવે દેશમાં BF7 કેસ સામે આવ્યા પહેલા પણ ઓક્ટોબરમાં પણ એક કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે આ વેરિઅન્ટ ચીનમાં અલગ જ સ્તરે તબાહી મચાવી રહ્યું છે, આવી સ્થિતિમાં ભારતમાં પણ ચિંતા શરૂ થઈ ગઈ છે.

જણાવી દઈએ કે બુધવારે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. તે બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે દર અઠવાડિયે આરોગ્ય મંત્રાલયમાં કોરોનાને લઈને સમીક્ષા બેઠક થશે. દેશમાં પૂરતા પ્રમાણમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, આરોગ્ય મંત્રાલય નક્કી કરશે કે આગળ શું પગલાં લેવાના છે.

આ પણ વાંચો: ભાવનગર/સ્થાનિક તંત્ર સામે ઉઠ્યા ભ્રષ્ટાચારના આરોપો, બગીચાના રીનોવેશનના નામે….