Covid-19/ અમેરિકામાં કોરોનાનાં એક દિવસમાં નોંધાયા 5 લાખથી વધુ કેસ

2022માં પણ કોરોનાનું સંકટ યથાવત છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, સમગ્ર વિશ્વમાં ઉજવણી ફિક્કી પડી છે. અમેરિકામાં સતત ત્રીજા દિવસે 5.80 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે.

Top Stories World
અમેરિકામાં કોરોના

2022માં પણ કોરોનાનું સંકટ યથાવત છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, સમગ્ર વિશ્વમાં ઉજવણી ફિક્કી પડી છે. અમેરિકામાં સતત ત્રીજા દિવસે 5.80 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા પણ 4.88 લાખ નવા કેસ સામે આવ્યા હતા.

11 2022 01 01T124553.503 અમેરિકામાં કોરોનાનાં એક દિવસમાં નોંધાયા 5 લાખથી વધુ કેસ

આ પણ વાંચો – વડોદરા પ્રાદેશિક કમિશનર સમક્ષ /  વિપક્ષી નેતા સલીમ પાનવાલાની લઘુમતી વિસ્તારોની વિકાસની ઉપેક્ષાઓ સામે ગંભીર રજુઆત કરી..!!

આપને જણાવી દઇએ કે, અમેરિકામાં કોરોનાની નવી લહેરથી સંકટ વધુ ઘેરાયેલું છે. મોટી વસ્તીનાં રસીકરણ પછી પણ નવા કેસ આવવાથી ચિંતા વધી છે. એકમાત્ર રાહત એ છે કે ઓમિક્રોન વેરિઅન્ટના કેસ બહુ ગંભીર નથી અને તેનાથી પીડિત લોકોમાં મૃત્યુનું જોખમ ડેલ્ટા વેરિઅન્ટ કરતા ઘણું ઓછું છે. ઓમિક્રોનથી પીડિત લોકોને પણ વધારે હોસ્પિટલમાં દાખલ થવું પડતું નથી. અમેરિકામાં, ઓમિક્રોન વેરિઅન્ટનાં જોખમને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સાવચેતી રાખવાની સલાહ આપ્યા પછી પણ, મોટી વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઘણા નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા અને લોકોને એકબીજાને ગળે લગાડવા અને ચુંબન કરવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું હતુ. એટલું જ નહીં, અમેરિકામાં 1000થી વધુ ફ્લાઈટ્સ પણ સાવચેતીનાં ભાગરૂપે રદ કરવામાં આવી છે. અમેરિકા સિવાય યુરોપનાં દેશોમાં પણ કોરોનાનું સંકટ ઘણું વધી ગયું છે. ફ્રાન્સ, બ્રિટન, ઈટાલી જેવા દેશોમાં કોરોનાની નવી લહેર તબાહી મચાવી રહી છે. ફ્રાન્સમાં, એક જ દિવસમાં ઓમિક્રોન વેરિઅન્ટનાં 2.3 લાખ નવા કેસ મળી આવ્યા છે. દેશમાં 1 લાખથી વધુ નવા કેસ સતત મળી રહ્યા છે. શુક્રવારે 2.32 લાખ નવા કેસ મળી આવ્યા છે, જે એક દિવસમાં મળી આવેલા નવા કેસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા બુધવારે દેશમાં 2.8 લાખથી વધુ નવા કેસ જોવા મળ્યા હતા. ફ્રાન્સમાં, 62 ટકા નવા કેસ માત્ર ઓમિક્રોન વેરિઅન્ટનાં જ જોવા મળી રહ્યા છે. પાછલા અઠવાડિયાની તુલનામાં ફ્રાન્સમાં નવા કેસોમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે.

11 2022 01 01T124636.150 અમેરિકામાં કોરોનાનાં એક દિવસમાં નોંધાયા 5 લાખથી વધુ કેસ

આ પણ વાંચો – Covid-19 / દેશમાં શનિવારે કોવિડ-19 નાં કેસમાં જોરદાર ઉછાળો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 22 હજારથી વધુ કેસ

કોરોના સંકટને કારણે ઈટાલી અને બ્રિટન જેવા દેશોમાં પણ હાલત ખરાબ છે. શુક્રવારે ઈટાલીમાં 1,44,243 નવા કેસ મળી આવ્યા હતા. અગાઉ ગુરુવારે પણ 1,26,888 કેસ મળી આવ્યા હતા. આ સિવાય બ્રિટનમાં પણ સંકટ યથાવત છે. શુક્રવારે દેશમાં 1.89 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જો કે, સરકારે પ્રતિબંધો વધારવાનો ઇનકાર કર્યો છે.