Not Set/ “ટ્રમ્પના નો મોરનું કોઈ મહત્વ નથી, પાકિસ્તાન આ તાનાશાહીને સહન નહી કરે” : પાકિસ્તાન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી સૈન્ય આર્થિક મદદ રોક્યા બાદ પહેલીવાર પાકિસ્તાને આ અંગે પ્રતિક્રિયા આપી છે. અમેરિકાના એક્શન બાદ પાકિસ્તાને જવાબ આપતા જણાવ્યું, “ટ્રમ્પના નો મોર નું કોઈ મહત્વ નથી અને પાકિસ્તાન આ તાનાશાહીને સહન નહી કરે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જણાવ્યું કે, અમેરિકા અફઘાનિસ્તાનની લડાઈ માટે પાકિસ્તાનના સંસાધનોનો ઉપયોગ કરે છે […]

Top Stories
Khawaja Asif reuters 875 "ટ્રમ્પના નો મોરનું કોઈ મહત્વ નથી, પાકિસ્તાન આ તાનાશાહીને સહન નહી કરે" : પાકિસ્તાન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી સૈન્ય આર્થિક મદદ રોક્યા બાદ પહેલીવાર પાકિસ્તાને આ અંગે પ્રતિક્રિયા આપી છે. અમેરિકાના એક્શન બાદ પાકિસ્તાને જવાબ આપતા જણાવ્યું, “ટ્રમ્પના નો મોર નું કોઈ મહત્વ નથી અને પાકિસ્તાન આ તાનાશાહીને સહન નહી કરે.

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જણાવ્યું કે, અમેરિકા અફઘાનિસ્તાનની લડાઈ માટે પાકિસ્તાનના સંસાધનોનો ઉપયોગ કરે છે તેથી તે તેની કિંમત ચૂકાવે છે.

મહત્વનું છે કે, આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આંતકવાદ સામે પાકિસ્તાને યોગ્ય પગલું ન ઉઠાવવા બદલ અપાતી સૈન્ય મદદ રોકવા અંગે નિવેદન આપ્યું હતું ત્યારબાદ અમેરિકાએ એક્શન લેતા પાકિસ્તાને અપાતી 255 મિલિયન ડોલરની આર્થિક મદદ રોકી દીધી હતી.