Not Set/ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર કોરોના પોઝિટિવ, તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા

રાજ્માં કોરોનાનાં કેસ રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. કોરોનાની આ બીજી લહેર મોટી ત્રાસદી લઇને આપણી સમક્ષ ઉભી છે. આજે સમયે એવા છે કે રોજ કોઇને કોઇ નેતા-અભિનેતાને કોરોના થઇ રહ્યો છે.

Top Stories Gujarat Surat
Untitled 17 કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર કોરોના પોઝિટિવ, તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા
  • કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને કોરોના પોઝિટિવ
  • મંત્રી ઈશ્વર પરમારને સુરત ઉમરાખ હોસ્પિટલમાં ખસેડાયા
  • મોડી રાત્રે તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા
  • ગઈકાલ સુધી મંત્રી હતા હોમઆઈસોલેટ

રાજ્માં કોરોનાનાં કેસ રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. કોરોનાની આ બીજી લહેર મોટી ત્રાસદી લઇને આપણી સમક્ષ ઉભી છે. આજે સમયે એવા છે કે રોજ કોઇને કોઇ નેતા-અભિનેતાને કોરોના થઇ રહ્યો છે. આ વચ્ચે વધુ એક નેતા કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવી રહ્યુ છે.

કોહરામ: કોરોનાનો કોહરામ, રાજ્યમાં કોરોના કેસનો દૈનિક આંક 10  હજારને નજીક, જાણો આજે કયાં કેટલા કેસ નોધાયા

રાજ્યમાં સતત વકરતો કોરોના હવે મંત્રીઓને પણ છોડીને રહ્યો નથી. સામાન્ય માણસથી લઇને નેતા-અભિનેતા આ વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. ત્યારે હવે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જણાવી દઇએ કે, તેઓ ગઈકાલ સુધી હોમ આઈસોલેટ હતા પરંતુ મોડી રાત્રે તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Covid-19 / ગાંધીનગર દહેગામમાં આંશિક લોકડાઉન, સાંજે 4 વાગ્યા બાદ ધંધા રોજગાર રહેશે બંધ

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાવાયરસનાં આંકડા ફરી એક વાર ભયાનક સ્વરૂપ ધારણ કરી ચુક્યા છે. સતત વધી રહેલા કેસો સામે સરકાર પણ લાચાર હોય તેવું નજરે પડી રહ્યું છે. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દર્દીઓને નવા બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ થઈ રહી છે. તે જોતા દેશમાંથી કોરોના કાબુ બહાર હોય તેમ લાગી રહ્યું છે અને સ્થિતિ ભયાવહ બની છે. દેશમાં કોરોનાનાં કેસો કૂદકે ને ભૂસકે વધતા જાય છે તેમજ દિનપ્રતિદિન નવો રેકોર્ડ સર્જતો જાય છે. આવી જ સ્થિતિ ગુજરાતની પણ છે, જ્યા થોડા દિવસે પહેલા કોરોનાનાં દૈનિક 500 થી પણ ઓછા કેસ સામે આવતા હતા તે હવે 8 હજારથી પણ વધુ નોંધાઇ રહ્યા છે. હજુ આ વાયરસ કેટલા લોકોનો ભોગ લેશે તે હવે માત્ર જોવુ જ રહ્યુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ