Loksabha Election 2024/ ભાજપે ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી, કોંગ્રેસની 7 બેઠકો બાકી

આ વખતે પાર્ટીએ માત્ર ચાર મહિલાઓને ટિકિટ આપી છે. પાર્ટીએ વડોદરા અને સાબરકાંઠાની બેઠકો માટે અગાઉ જાહેર કરેલા ઉમેદવારોના સ્થાને બીજા નામોની જાહેરાત કરી છે. પાર્ટીએ………….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 03 27T165134.177 ભાજપે ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી, કોંગ્રેસની 7 બેઠકો બાકી

Ahmedabad News:  લોકસભા ચૂંટણી માટે ભાજપે રાજ્યની તમામ 26 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે ગુજરાતમાં 14 વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી છે. આ બેઠકો પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત માત્ર 12 સાંસદોને જ રિપીટ કરવામાં આવ્યા છે.

આ વખતે પાર્ટીએ માત્ર ચાર મહિલાઓને ટિકિટ આપી છે. પાર્ટીએ વડોદરા અને સાબરકાંઠાની બેઠકો માટે અગાઉ જાહેર કરેલા ઉમેદવારોના સ્થાને બીજા નામોની જાહેરાત કરી છે. પાર્ટીએ વડોદરામાં રંજનબેન ભટ્ટની જગ્યાએ ડો. હેમાંગ જોશી અને સાબરકાંઠામાંથી શબનાબેન બારૈયાને મેદાનમાં ઉતાર્યા છે.

2019માં ગુજરાતમાંથી છ મહિલાઓ લોકસભામાં પહોંચી હતી. ઈન્ડિયા અલાયન્સમાં કોંગ્રેસને 24 અને આપને 2 સીટો મળી છે. આપે ભરૂચ અને ભાવનગર બેઠક પરથી તેના વર્તમાન ધારાસભ્યો ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. કોંગ્રેસ તરફથી 20 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ પૂર્વના રોહન ગુપ્તાએ પાર્ટી છોડી દીધી હતી. આવી સ્થિતિમાં પક્ષે હજુ 5 બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કરવાના બાકી છે.

 

WhatsApp Image 2024 03 27 at 4.44.28 PM ભાજપે ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી, કોંગ્રેસની 7 બેઠકો બાકી

WhatsApp Image 2024 03 27 at 4.45.03 PM ભાજપે ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી, કોંગ્રેસની 7 બેઠકો બાકી

WhatsApp Image 2024 03 27 at 4.45.32 PM ભાજપે ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી, કોંગ્રેસની 7 બેઠકો બાકી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ કોંગ્રેસ બેઠકમાં આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થશે ચર્ચા

આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે