BJP Candidates/ ગુજરાતની ભાજપની 26 બેઠકો પર 27 ટકા ઉમેદવારો કોંગ્રેસના

ભાજપનું સૂત્ર કોંગ્રેસમુક્ત ભારતનું છે, પણ આમ કરવા જતા ભારત તો કોંગ્રેસમુક્ત થઈ રહ્યુ છે, પરંતુ ભાજપ કોંગ્રેસયુક્ત થઈ રહ્યુ છે. ભાજપે લોકસભાની બધી 26 બેઠક પરતી ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ 26 બેઠક પર જાહેર થયેલા ઉમેદવારમાં 27 ટકા મૂળ કોંગ્રેસી છે.

Top Stories Gujarat India Breaking News
Beginners guide to 2024 03 27T164151.895 ગુજરાતની ભાજપની 26 બેઠકો પર 27 ટકા ઉમેદવારો કોંગ્રેસના

નવી દિલ્હીઃ ભાજપનું સૂત્ર કોંગ્રેસમુક્ત ભારતનું છે, પણ આમ કરવા જતા ભારત તો કોંગ્રેસમુક્ત થઈ રહ્યુ છે, પરંતુ ભાજપ કોંગ્રેસયુક્ત થઈ રહ્યુ છે. ભાજપે લોકસભાની બધી 26 બેઠક પરતી ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ 26 બેઠક પર જાહેર થયેલા ઉમેદવારમાં 27 ટકા મૂળ કોંગ્રેસી છે.

આ ઉમેદવારો કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં આવ્યા છે અથવા તો તેમના કુટુંબ કે સંબંધીનો સંબંધ કોંગ્રેસ સાથે રહેલો છે. આ મુજબ જોઈએ તો ગુજરાતમાં લોકસભાની સાત બેઠક પર કોંગ્રેસ વિ. કોંગ્રેસનો જ જંગ હશે. આમ ભાજપમાં પક્ષપલ્ટુઓનો દબદબો યથાવત્ રહ્યો છે. આ સાત ઉમેદવારોમાં શોભનાબેન બારૈયા, ચંદુભાઈ શિહોરા, પ્રભુ વસાવા, દેવુસિંહ ચૌહાણ, ભરત ડાભી, વિનોદ ચાવડા અને પૂનમ માડમ સામેલ છે. પૂનમ માડના કાકા વિક્રમ માડમ કોંગ્રેસનો જાણીતો ચહેરો છે.

સાબરકાંઠા બેઠક પર ભાજપમાં શોભનાબેન બારૈયાને ટિકિટ મળી છે. તેમના પતિ મહેન્દ્રસિંહ પરમાર કોંગ્રેસના વિધાનસભ્યપદે રહી ચૂક્યા છે. તેઓ 2012માં પ્રાંતિજથી જીત્યા પછી 2017માં પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. તેના પછી ઓગસ્ટ 2022માં મહેન્દ્રસિંહ બારૈયાએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આમ એક રીતે મૂળ કોંગ્રેસના જ કુટુંબને ટિકિટ મળી છે.

આ જ રીતે સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરાને પણ લોટરી લાગે છે. તેઓ એક સમયે તાલુકા કોંગ્રેસના પ્રમુખપદે હતા. સાંસદ પ્રભુ વસાવાને બારડોલીમાંથી ફરી એકવાર રીપિટ કરાયા છે. એક સમય હતો જ્યારે તે તાલુકા કોંગ્રેસના પ્રમુખપદે હતા. તેઓ 2012માં કોંગ્રેસના ધારાસભ્યપદે ચૂંટાયા હતા. તેના પછી 2014માં પક્ષપલ્ટો કરી ભાજપમાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ શેરબજારમાં આજે બજારના આરંભે સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવા વધારા સાથે થઈ શરૂઆત