સસ્પેન્ડ/ મનસુખ હિરેન હત્યા કેસમાં મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, સચિન વઝેને લાંબી પૂછપરછ બાદ કરાયા સસ્પેન્ડ

રિલાયન્સના ચેરમેન તેમજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ આવેલા એંટાલીયા હાઉસની બહાર વિસ્ફોટકો સાથેની કાર મળ્યા બાદ થોડા દિવસોમાં કારના માલિકનો મૃતદેહ મળ્યો હતો.આ બહુચર્ચિત કેસની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ

India
vaze 1 મનસુખ હિરેન હત્યા કેસમાં મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, સચિન વઝેને લાંબી પૂછપરછ બાદ કરાયા સસ્પેન્ડ

રિલાયન્સના ચેરમેન તેમજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ આવેલા એંટાલીયા હાઉસની બહાર વિસ્ફોટકો સાથેની કાર મળ્યા બાદ થોડા દિવસોમાં કારના માલિકનો મૃતદેહ મળ્યો હતો.આ બહુચર્ચિત કેસની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA તરફથી ધરપકડ કરવામાં આવેલા પોલીસ અધિકારી સચિન વઝેને આજે સસ્પેન્શન આપી દેવામાં આવ્યું છે.મુંબઈ પોલીસે સોમવારે સચિનની ધરપકડ કરી હતી તેના કારણે તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કારના માલિક મનસુખ હિરેન હત્યા કેસમાં તેઓ મુખ્ય આરોપી છે. સચિન વઝેની ધરપકડ બાદ લગભગ 12 કલાક સુધી લાંબી પૂછપરછ કરવામાં આવી હતી.

The Sachin Vaze Story: A Timeline Of Ambani Bomb Threat Case That Can Shake Up Maharashtra's

હાલમાં સચિન વઝે 25 માર્ચ સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએની કસ્ટડીમાં છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે 66 એન્કાઉન્ટર કરી ચૂકેલા વઝે મુખ્ય સૂત્રધાર નથી પરંતુ હજુ અનેક મોટા પોલીસ અધિકારીઓના નામ આ કેસમાં ખૂલી શકે તેમ છે. શનિવારે સવારે 11:30 થી લઈને રાત્રે 11:30 સુધી મુંબઈમાં NIAની ઓફિસમાં સચિન સાથે લાંબી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.આ દરમિયાન કેટલાક સફળ પુરાવા સામે આવ્યા છે. ત્યારબાદ સચિને પોતે હત્યાના ષડયંત્રમાં સામેલ થવાની વાતની કબૂલાત કરી હતી પરંતુ તેમણે એ પણ જણાવ્યું હતું કે તેઓ આ ષડયંત્રનું એક મહોરું છે.

Time to say goodbye to world is coming' — Mumbai cop under probe in Ambani bomb scare case

એ બાબત ઉલ્લેખનીય છે કે સચિન ની ધરપકડનું મોટું કારણ એ બે ગાડીઓ બની હતી કે જેનો ઉપયોગ 25 જાન્યુઆરીના રોજ એંટાલીયા કેસ માટે કરવામાં આવ્યો હતો.જે સ્કોર્પિયોમાં અને ધમકી ભર્યોપત્ર રાખવામાં આવ્યો હતો એ સ્કોર્પિઓ 17 જાન્યુઆરી થી સચિન વઝે પાસે હતી. એને એને પુરાવા મળ્યા બાદ એ પણ માહિતી મળી હતી કે સ્કોર્પિઓ થાણેમાં કયા સ્થાન પર પાર્ક કરવામાં આવી હતી. જેના કારણે વિક્રોલી પોલીસ સ્ટેશન પણ શંકાના દાયરામાં છે, કે તેમને ત્યાં આ કારની ચોરીનો રીપોર્ટ કારમાલિક મનસુખ દ્વારા લખવામાં આવ્યો હતો.NIA દ્વારા આકરી પૂછપરછ ના અંતર્ગત કેટલાક મહત્વના પુરાવાઓ સામે આવ્યા છે જેમાં ઈનોવા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સીઆઇયુ યુનિટની છે, અને આ કારના ડ્રાઈવર વિશે પણ જાણકારી સામે આવી છે તેમજ અન્ય સંબંધિત ઓની પણ ઉપર જ કરવામાં આવી રહી છે. વધુ એક આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર રિયાઝ કાઝી સાથે પણ લાંબી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમણે પણ આ ષડયંત્રમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…