US Bridge Collapse/ US બ્રિજ અકસ્માતમાં જો બિડેને ભારતીય ક્રૂ મેમ્બર્સનો માન્યો આભાર, દુર્ઘટનામાં 6 કામદારોના મૃત્યુ થયાની સંભાવના

યુએસના બાલ્ટીમોર શહેરમાં બ્રિજ અકસ્માતમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુએસ પ્રમુખ જો બિડેને બાલ્ટીમોર બ્રિજ અકસ્માતને લઈને ભારતીય ક્રૂ મેમ્બર્સનો આભાર માન્યો છે.

Top Stories World
Beginners guide to 2024 03 27T163953.169 US બ્રિજ અકસ્માતમાં જો બિડેને ભારતીય ક્રૂ મેમ્બર્સનો માન્યો આભાર, દુર્ઘટનામાં 6 કામદારોના મૃત્યુ થયાની સંભાવના

યુએસના બાલ્ટીમોર શહેરમાં બ્રિજ અકસ્માતમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. યુએસ પ્રમુખ જો બિડેને બાલ્ટીમોર બ્રિજ અકસ્માતને લઈને ભારતીય ક્રૂ મેમ્બર્સનો આભાર માન્યો છે. જો બિડેને કહ્યું કે જહાજ પર સવાર ભારતીય ક્રૂ સભ્યોએ સત્તાવાળાઓને ચેતવણી આપી શક્યા કે તેઓએ તેમના જહાજ પરનું નિયંત્રણ ગુમાવ્યું. તેમની આ ચેતવણી બાદ મોટી દુર્ઘટના ટાળી શકાઈ છે. જ્યારે આ ઘટનામાં લાપતા 6 કામદારોના મૃત્યુ થયા હોવાનું અનુમાન છે. બાલ્ટીમોર શહેરમાં 2.57 કિમી લાંબા ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજને કન્ટેનર જહાજ સાથે અથડાયા બાદ તૂટી પડ્યા બાદ 6 કામદારો ગુમ થયા હતા. જેને લઈને યુએસ સત્તાવાળાઓ ગુમ થયેલા છ બાંધકામ કામદારો મૃત્યુ પામ્યા હોવાનું જણાવે છે. આ સાથે ગુમ થયેલા કામદારોને શોધવા માટેનું સર્ચ ઓપરેશન પણ બુધવાર સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું.

મેરીલેન્ડ રાજ્યના ગવર્નર વેસ મૂરે પણ સોશિયલ મીડિયા પર બચાવ કામગીરીને સ્થગિત કરવાની પુષ્ટિ કરતા કહ્યું કે રાજ્ય પોલીસ બુધવારે સવારે “અમારા ભાગીદારો સાથે સંકલન કરીને પુનઃપ્રાપ્તિ શરૂ કરશે. મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે કહ્યું કે ડાલી જહાજ પર હાજર 22 ક્રૂ મેમ્બર ભારતીય હતા, જે તમામ સુરક્ષિત છે. જહાજના ક્રૂએ સમયસર ખતરાની જાણ કરી હતી. જેના કારણે બ્રિજ પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો અને અનેક લોકોના જીવ બચી ગયા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ આ માટે ભારતીય ક્રૂની પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે અમારું હૃદય પીડિતોના પરિવારો અને પ્રિયજનો સાથે છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે અમે સ્થાનિક, રાજ્ય અને સંઘીય સ્તરે નેતાઓ સાથે ભાગીદારીમાં કામ કરવાનું ચાલુ રાખીશું જેથી કરીને અમે તમામ અસરગ્રસ્તોને તેઓ જે લાયક છે તે બંધ કરી શકીએ,”

અમેરિકાના મેરીલેન્ડમાં જહાજ અથડાયા બાદ બાલ્ટીમોરનો ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ અમેરિકન સમય મુજબ સોમવારે મોડી રાત્રે તૂટી પડ્યો હતો. કોસ્ટ ગાર્ડ ઓફિસર એડમિરલ શેનન ગિલરેથે મંગળવારે સાંજે જણાવ્યું હતું કે એક કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ છ ગુમ થયેલા લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. વધુમાં એડમિરલે કહ્યું- અમે પટાપ્સકો નદીમાં ઘણા કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું. પાણીના તાપમાન અને અન્ય પરિબળોના આધારે અમે માનીએ છીએ કે નદીમાં પડી ગયેલા છ લોકો માટે જીવિત રહેવું અત્યંત મુશ્કેલ છે. આને ધ્યાનમાં રાખીને, અમે સક્રિય સર્ચ ઓપરેશન બંધ કરી રહ્યા છીએ. જો કે કોસ્ટ ગાર્ડ અને અન્ય અધિકારીઓ હજુ પણ અહીં હાજર રહેશે.

સિંગાપોરના ધ્વજવાળા ડાલી જહાજનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ પછી તે પુલ સાથે અથડાઈ હતી. આ દરમિયાન બ્રિજ પર હાજર 8 બાંધકામ કામદારો પાણીમાં પડી ગયા હતા. તેઓ પુલ પર રિપેરિંગ કામ કરી રહ્યા હતા. જેમાંથી 2ને બચાવી લેવાયા હતા, જ્યારે 6 લાપતા હતા. ગવર્નર મૂરે કહ્યું- પતન પહેલા પુલ સારી સ્થિતિમાં હતો. પુલ તૂટી પડવો એ મેરીલેન્ડના લોકો માટે આઘાતજનક ઘટના હતી. અહીંના લોકો છેલ્લા 47 વર્ષથી તેનો ઉપયોગ કરી રહ્યા હતા. જ્યારે પુલ પાણીમાં પડ્યો ત્યારે તેના પર 5 જેટલા વાહનો પણ હાજર હતા. આમાંથી એક ટ્રેક્ટર-ટ્રેલર પણ હતું. સોમવારે રાત્રે લગભગ 12:30 વાગ્યે રવાના થયું હતું. તે 22 એપ્રિલે શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચવાનું હતું. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ જણાવ્યું કે બ્રિજ પર દુર્ઘટના બાદ તમામ 4 લેન બંધ કરી દેવામાં આવી છે અને વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ Consultancy/પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત