Education/ શાળાઓને મર્જ કરવાનો નિર્ણય શિક્ષણ માટે ઘાતકી સાબિત થશે : મનીષ દોશી

ગુજરાત સરકાર દ્વારા 6000 શાળાઓને બંધ કરવા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા સરકાર ઉપર આક્ર પ્રહાર કરતા કહ્યું છે કે શાળા બંધ કરવા કે મર્જ  કરવાનો નિર્ણય ઘાતકી સાબિત થઈ શકે છે.

Top Stories Gujarat Others
manish doshi 455x250 e1612364903301 શાળાઓને મર્જ કરવાનો નિર્ણય શિક્ષણ માટે ઘાતકી સાબિત થશે : મનીષ દોશી

ગુજરાત સરકાર દ્વારા 6000 શાળાઓને બંધ કરવા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા સરકાર ઉપર આક્ર પ્રહાર કરતા કહ્યું છે કે શાળા બંધ કરવા કે મર્જ  કરવાનો નિર્ણય ઘાતકી સાબિત થઈ શકે છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર  લખ્યો છે. 

તેમને લખ્યું છે કે, અરવલ્લીમાં 76 અને કચ્છમાં 179 જિલ્લામાં શાળાઓ ઓછી સંખ્યાનું કારણ ધરી બંધ કરવાનો નિર્ણય શિક્ષણ મંત્રીએ લીધો હતો. ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારની 6,000 જેટલી સરકારી શાળાઓ આગામી સમયમાં બંધ કરવા તરફ સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારના બાળકોને ખાસ કરીને કન્યા શિક્ષણ પર મોટો ફટકો પડશે. તેમાયે આદિવાસી વિસ્તારની સ્થિતિ તો અત્યંત નાજુક છે. 

શાળાઓ બંધ થવાથી બાળકોના શિક્ષણ પર સીધી અસર પડશે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ આરોપ લગાવ્યો  છે કે, શાળાઓને મર્જ કરવાનો નિર્ણય શિક્ષણ માટે  ઘાતકી સાબિત થશે. શાળાઓ બંધ થવાથી શિક્ષણ માટે બાળકોને દૂર ફરજીયાત જવું પડશે.

ગ્રાન્ટેડ સંસ્થાઓને ફરજીયાત સેલ્ફ-ફાઈનાન્સ વર્ગો શરૂ કરવા અને ક્રમશઃ ગ્રાન્ટેડ વર્ગો બંધ કરવા આયોજન બધ્ધ રીતે શિક્ષણ વિભાગ દબાણ કરીને શિક્ષણના વેપારીકરણ-ખાનગીકરણને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.