Not Set/ વોટિંગના બે દિવસ પહેલા દંતેવાડામાં નક્સલી હુમલો; વિસ્ફોટમાં ભાજપના ધારાસભ્યનું મોત, 3 જવાન શહીદ

દંતેવાડા, લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના બે દિવસ પહેલાં નક્સલીઓએ દંતેવાડામાં IED બ્લાસ્ટથી હુમલો કર્યો છે. નક્સલીઓના નિશાને ભાજપનો કાફલો હતો. નક્સલીઓએ કરેલા આ બ્લાસ્ટમાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય ભીમા મંડાવીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેમની સુરક્ષામાં તહેનાત 3 જવાન પણ હુમલામાં શહીદ થયા છે.  સ્થાનિક સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ધારાસભ્ય ભીમા મંડાવી […]

Top Stories India
Naxals attack વોટિંગના બે દિવસ પહેલા દંતેવાડામાં નક્સલી હુમલો; વિસ્ફોટમાં ભાજપના ધારાસભ્યનું મોત, 3 જવાન શહીદ

દંતેવાડા,

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના બે દિવસ પહેલાં નક્સલીઓએ દંતેવાડામાં IED બ્લાસ્ટથી હુમલો કર્યો છે. નક્સલીઓના નિશાને ભાજપનો કાફલો હતો. નક્સલીઓએ કરેલા આ બ્લાસ્ટમાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય ભીમા મંડાવીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેમની સુરક્ષામાં તહેનાત 3 જવાન પણ હુમલામાં શહીદ થયા છે.  સ્થાનિક સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ધારાસભ્ય ભીમા મંડાવી શ્યામગિરી ગામમાં ચૂંટણી સભાને સંબોધિત કરીને નકુલનાર પરત ફરી રહ્યા હતા. આ જ સમયે નક્સલીઓ દ્વારા લગાવાયેલા લેન્ડમાઇન્સ પરથી બુલેટ પ્રુફ વાહન પસાર થવાની સાથે જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો.

આ પ્રચંડ વિસ્ફોટને કારણે ગાડી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. આ વિસ્ફોટમાં ધારાસભ્ય ભીમા મંડાવીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે તેની સુરક્ષામાં તહેનાત 3 જવાનો પણ શહીદ થયા હતા. આ હુમલા બાદ સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘલે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જણાવી દઇએ કે છત્તીસગઢના બસ્તરમાં લોકસભા ચૂંટણી માટે 11 એપ્રિલના રોજ મતદાન થવાનું છે.

એન્ટિ નક્સલ ઓપરેશન્સના ડીઆઇજીએ આ હુમલાની પુષ્ટિ કરતા જાણકારી આપી હતી કે આ વિસ્ફોટમાં ધારાસભ્ય મંડાવીનું મોત નિપજ્યું હતું અને તેની સુરક્ષામાં તહેનાત ચાર જવાનો પણ શહીદ થયા હતા. પોલિસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર નક્સલીઓએ સુરંગમાં વિસ્ફોટ કરીને હુમલો કર્યો હતો. સીઆરપીએફ પાસેથી મળેલી જાણકારી મુજબ આ હુમલો દંતેવાડાના કુઆકોંટા અને શ્યામગિરીના વચ્ચેના વિસ્તારમાં થયો હતો.