Election/ પક્ષ પલટો અને ફોર્મ રદ્દ : રાજકોટમાં કોંગ્રેસની ચૂંટણી પૂર્વે જ પરાસ્ત જેવી સ્થિતિ

કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભારે ઉત્સાહ જોવામાં આવી રહ્યો હતો અને કોંગ્રેસ આ વખતે અને ખાસ કરીને રાજકોટમાં આ વખતે ભાજપ પાસેથી સત્તા છીનવી લેવાનો

Top Stories Gujarat Rajkot
congress પક્ષ પલટો અને ફોર્મ રદ્દ : રાજકોટમાં કોંગ્રેસની ચૂંટણી પૂર્વે જ પરાસ્ત જેવી સ્થિતિ

કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભારે ઉત્સાહ જોવામાં આવી રહ્યો હતો અને કોંગ્રેસ આ વખતે અને ખાસ કરીને રાજકોટમાં આ વખતે ભાજપ પાસેથી સત્તા છીનવી લેવાનો તરવરાટ જોવામાં આવી રહ્યો હતો. જો કે આ તરવરાટ કોંગ્રેસમાં દર વખતની જેમ ક્ષણીક વૈરાગ્ય જેવો સાબિત થઇ રહ્યો છે.

ઉમેદવારોની યાદીએ રાજકોટ કોંગ્રેસની હાલત બગાડી અને નારાજ નેતા દ્વારા પક્ષ પલટાનાં કારણે ગાબડાનો સિલસિલો શરુ થયો. તમામ તાકાત લગાડી માંડમાંડ ભેગુ કરી ફોર્મ ભર્યા તો ફોર્મ રદ્દનાં ઉપરા છાપરી સામે આવેલા મામલામાં બગડેલ હાલમાં વધુ બગાડ જેવી સ્થિતિ સર્જાઇ હોવાનું સામે આવી રહ્યું છે, સાથે સાથે પક્ષ પલટાનો કાયમી દુખાવો તો ઉભોને ઉભો જોવામાં આવી રહ્યો છે.

પક્ષ પલટો કોંગ્રેસ માટે કાયમી માથાનાં દુખાવા સમાન

બીલકુલ રાજકોટ વોર્ડનં 12ના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ભાજપમાં જોડાશે અને એકલા નહીં પરંતુ તેની સાથે 150 જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાશે તેવી વિગતો સામે આવી રહી છે. વળી વિધાનસભા 71ના કોંગ્રેસના યુવા પ્રમુખ પણ ભાજપમાં જોડાશે અને આવતી કાલે વિધિવત રીતે કોંગ્રેસના યુવા પ્રમુખ હેમેન્દ્રસિંહ જાડેજા ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે. આપને જણાવી દઇએ કે, આજે કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું અને સાથે સાથે કોંગ્રેસનાં પૂર્વ મહામંત્રી યુવરાજસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાઇ રહ્યા છે. તમામ નેતાઓ દ્વારા એક શુરે એક રાગમાં કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં તેમની અવગણના થતી હોવાથી પક્ષને આવજો કહી રહ્યા છે. આટલું ઓછું હોય તેવી રીતે રાજકોટ મહારનગરપાલિકાનાં વોર્ડ નં 1 નાં કોંગ્રેસ પ્રમુખ દ્વારા પણ રાજીનામું આપી દેવામાં આવ્યું છે. કોંગ્રેસનાં પ્રમુખ હર્ષાબા જાડેજાએ રાજીનામું આપ્યું છે. હર્ષાબા જાડેજાએ પોતાનો વસવસો ઠાલવતા કહ્યું છે કે, અનેક સારા કામ કર્યા બાદ પણ ટિકિટ નહીં મળતા રાજીનામું આપ્યું છે. લોકડાઉનમાં ગામડેથી ઘઉં મંગાવી વિતરણ કર્યું હોવાનો દાવો પણ હર્ષાબાએ મીડિયા સામે આક્રોશ ઠાલવ્યો અને આગામી સમયમાં ભાજપમાં જોડાવા અંગે નિર્ણય લેશે તેવું જણાવ્યું હતું.

ફોર્મ રદ્દનાં કિસ્સાથી હાલત ખસ્તા

નારાજગી અને નારાજીનામાં સામે માંડમાંડ લડી રહેલ કોંગ્રેસને ચૂંટણી પહેલા જ હારનો સામેનો કરવાનો આવી રહ્યો હોય તેવો ક્યાસ જોવામં આવી રહ્યો છે. રાજકોટ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને બે મોટા ફટકો સવારે જ પડી ગયા હતા જ્યારે બે કોંગ્રેસનાં ઉમેદવારનાં ફોર્મ રદ્દ થયા હતા. આપને જણાવી દઇએ કે, વોર્ડ નં.1 નાં કોંગ્રેસી ઉમેદવાર ભરતભાઇ શિયાળનું ફોર્મ રદ્દ થયું હતું અને વોર્ડ નં.4 નાં કોંગ્રેસનાં ઉમેદવાર નારણભાઇ સવસેતાનું ફોર્મ પણ રદ્દ થયું હતું.  આવામાં રાજકોટ કોંગ્રેસને વધુ એક ઝટકો સહન કરવાનો વારો ત્યારે આવ્યો જ્યારે વોર્ડ નં 14 નાં કોગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું . કોંગ્રેસનાં ઉમેદવાર વિજય જાનીએ બારોબાર ઉમેદવારી ફોર્મ પાછું ખેચ્યું હોવાની વિગતો સામે આવતા કોંગ્રેસમાં પડ્યા પર પાટું જેવો ક્યાસ સર્જાયો.

આમ કોંગ્રેસમાં પક્ષ પલટો અને ફોર્મ રદ્દ ને કારણે રાજકોટ કોંગ્રેસ ચૂંટણી પૂર્વે જ પરાસ્ત જેવી સ્થિતિમાં આવીને ઉભી રહી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. આમ તો કહેવાય છે ને કે ટાઇમે જ કોંગ્રેસ ટાઇ-ટાઇ-ફીસ થઇ જાય છે અને આ લોકચર્ચા અહીં કોંગ્રેસ અને કોંગ્રેસીઓએ સાચી પણ મહદ અંશે સાબિત કરી દીધી હતીં.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…