Election/ અમદાવાદ: ચૂંટણી પહેલા નરોડામાંથી હથિયાર સાથે ઝડપાયા બે ઈસમો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખીને અમદાવાદમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસની રજાઓ કેન્સલ કરીને દરેક પોલીસ જવાનીએ પોતાના વિસ્તારમાંનાકાબંધી કરીને શંકાસ્પદ વાહનોની ચેકીંગ કરીને કોઈ અનિચ્છનિય બનાવને બનતા પહેલા અટકાવનો આદેશ જારી કરવામાં આવ્યો છે.રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી કર્ફયુ યથાવત છે ત્યારે કર્ફયુ દરમિયાન કોઈ હિંસા કે ગુનાહિત […]

Ahmedabad Gujarat
Untitled 0001 અમદાવાદ: ચૂંટણી પહેલા નરોડામાંથી હથિયાર સાથે ઝડપાયા બે ઈસમો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખીને અમદાવાદમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસની રજાઓ કેન્સલ કરીને દરેક પોલીસ જવાનીએ પોતાના વિસ્તારમાંનાકાબંધી કરીને શંકાસ્પદ વાહનોની ચેકીંગ કરીને કોઈ અનિચ્છનિય બનાવને બનતા પહેલા અટકાવનો આદેશ જારી કરવામાં આવ્યો છે.રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી કર્ફયુ યથાવત છે ત્યારે કર્ફયુ દરમિયાન કોઈ હિંસા કે ગુનાહિત પ્રવુતિ ન થાય તે માટે પણ પોલીસ દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

તાજેતરની જો વાત કરવામાં આવે તો અમદાવાદના નરોડા વિસ્તારમાં સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ કરી હતી ત્યારે પોલીસના કાને બાતમી આવી હતી કે બે ઈસમો રિવોલ્વર લઈને નરોડામાં આવવાના છે. પોલીસે બાતમીના આધારે નરોડા દેવી સિનેમા પાસે બાતમીના આધારે પોલીસ જવાનો વૉચ માટે અલગ અલગ જગ્યાએ ઉભા થઇ ગયા હતા. થોડીક વારમાં બાતમી મુજબના બે શખ્સઓ તે સ્થળે આવતા પોલીસે બંનેને કોર્ડન કરીને તેમનીં શારીરિક ચકાસણી કરતા તેમના પાસેથી એક રિવોલ્વર મળી આવી હતી.

પોલીસે રાજસ્થાનના દેવેન્દ્ર સિંહ રાજાવત અને દિનેશ કુમાર જાટની આર્મ્સ એક્ટની કલમોના ગુનામાં ધરપકડ કરીને રિવોલ્વર ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઇ જ્યાં રહ્યા હતા તેવા તમામ સવાલોના જવાબ મેળવવા માટે આગળની તપાસ હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ