Not Set/ #રથયાત્રા: 20 વર્ષ બાદ આ પટેલ પરિવારને મળ્યો મામેરાનો લાભ, Video

અમદાવાદ, ભગવાન જગન્નાથની આજે નીકળી રહેલી રથયાત્રામાં મામેરાનું મહત્વ ઘણું હોય છે.અમદાવાદના સરસપુર વિસ્તારમાં રથયાતત્રાની પૂર્વ સંધ્યાએ ભગવાનને અલંકૃત કરવામાં આવે છે અને લોકદર્શન માટે મુકવામાં આવે છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાનો લ્હાવો શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળ્યો છે. ભગવાનનાં મામા બનવાનો કાનજી પટેલ અને તેમના પરિવારમાં ઘણો જ ઉત્સાહ છે. મંતવ્ય ન્યૂસ […]

Ahmedabad Top Stories Gujarat Videos
edw 10 #રથયાત્રા: 20 વર્ષ બાદ આ પટેલ પરિવારને મળ્યો મામેરાનો લાભ, Video

અમદાવાદ,

ભગવાન જગન્નાથની આજે નીકળી રહેલી રથયાત્રામાં મામેરાનું મહત્વ ઘણું હોય છે.અમદાવાદના સરસપુર વિસ્તારમાં રથયાતત્રાની પૂર્વ સંધ્યાએ ભગવાનને અલંકૃત કરવામાં આવે છે અને લોકદર્શન માટે મુકવામાં આવે છે.

આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાનો લ્હાવો શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળ્યો છે.
ભગવાનનાં મામા બનવાનો કાનજી પટેલ અને તેમના પરિવારમાં ઘણો જ ઉત્સાહ છે.

મંતવ્ય ન્યૂસ સાથે વાત કરતાં કાનજીભાઈએ જણાવ્યું કે, 20 વર્ષ પહેલા અમે ભગવાનના મામેરા માટે રણછોડરાય ટ્રસ્ટમાં નામ નોંધાવ્યું હતું. 20 વર્ષના લાંબા સમય બાદ અમારા પરિવારને આ સદનસીબ પ્રાપ્ત થયું છે. જેનાથી અમે લોકો બધા બહું જ ઉત્સાહિત છીએ.’

મહત્વનું છે કે આ મામેરા પાછળ આશરે રૂ.10 લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.ગઇકાલે સાંજે 4થી રાતે 9.30 સુધી મામેરાના શણગાર સરસપુર રણછોડ મંદિરમાં લોક દર્શનાર્થે મૂકવામાં આવ્યા હતાં. આ મામેરામાં સોનાનો ઢોળ ચઢાવાયેલો દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચઢાવવામાં આવ્યા છે. રવિવારે સાંજે 4 વાગ્યાથી રાતે 9.30 વાગ્યા સુધી ભાણેજોને ફળોનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.