Not Set/ #રથયાત્રા: જાણો શું છે “ઇતિહાસ” અને કેટલી “પૌરાણિક” છે આ પરંપરા

ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની 16108 રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે. છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર […]

Top Stories Navratri 2022
pjimage 4 #રથયાત્રા: જાણો શું છે "ઇતિહાસ" અને કેટલી "પૌરાણિક" છે આ પરંપરા

ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની 16108 રાણીઓએ રોહિણી માતાને (બલરામની માતા) પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે. છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ન દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા.

કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યુ. અને પોતાના વચનની પૂર્તી કરતા ભગવાન, ભાઇ અને બહેન સાથે ત્રેતા યુગથી ઓડીશાનાં પૂરી નામક નગરનાં શ્રી મંદિરમાં બિરાજ્યા છે.

દ્રારીકાનો નાથ જગન્નાથ કેમ કહેવાય છે ?

pjimage 3 #રથયાત્રા: જાણો શું છે "ઇતિહાસ" અને કેટલી "પૌરાણિક" છે આ પરંપરા

સતયુગમાં ઈન્દ્રાદ્યુમન નામે એક ચક્રવર્તી અને મહાન રાજા થઈ ગયો જે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે ભગવાન વિષ્ણુનું તપ કરવા માટે નિલાંચલ પર્વતે ગયો, પરંતુ ભગવાન વિષ્ણની મૂર્તિ ત્યાંથી સ્વર્ગમાં લઈ જવાઈ હોવાથી તે ખૂબ નિરાશ હતો. સ્વર્ગમાંથી તે સમયે આકાશવાણી થઈ કે ભગવાન પથ્થર અથવા કાષ્ઠ સ્વરૂપે ફરીથી પાછા આવશે અને તેમનું નામ જગન્નાથ રહેશે. આમ ભગવાન તેના ભક્તોને ખુશ કરવા માટે કાષ્ઠની મૂર્તિ સ્વરૂપે અવતર્યા હતા. આમ દ્રારીકાનો નાથ રાજા રણછોડ “જગ્નનાથ” તરીકે ઓળખાય છે.

આવો માનવામા આવે છે, જગન્નાથયાત્રાનો ઇતિહાસ……..

જગન્નાથની રથયાત્રા છેક પુરાણ કાલિન હોવાનું જણાય છે. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આ રથયાત્રાનું આબેહુબ વર્ણન જોવા મળે છે. કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે. મુઘલ કાળ દરમિયાન પણ, જયપુર, રાજસ્થાનના રાજા રામસિંહે પણ ૧૮મી સદીમાં પુરી ખાતે યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરેલું છે. ઓડિશામાં, મયુરભંજ અને પર્લાખેમુંડીના રાજાઓ પણ પુરીની જેમ જ રથયાત્રા યોજતા.

એક માન્યતા પ્રમાણે ઈ.સ. 1150ની આસપાસ ગંગા સામ્રાજ્યનાં રાજકર્તાઓ મહાન મંદિરોની પૂર્ણતા સમયે રથયાત્રાનું આયોજન કરતા. હિન્દુઓનાં કેટલાંક તહેવારોમાંનો આ એક એવો તહેવાર છે જેનાથી પશ્ચિમી જગત બહુ પહેલેથી જાણકારી ધરાવતું હતું. અર્થાત, આ તહેવાર ખુબ જ જૂના કાળથી વિશ્વના અન્ય લોકોમાં પણ જાણીતો બનેલો છે. પોર્ડેનોનનાં ફરિયાર ઓડોરિક નામનાં પ્રવાસીએ ઈ.સ.1316-1318 દરમિયાન ભારતની મુલાકાત લીધેલી, માર્કો પોલો એ પણ 1321-22માં લખેલી પોતાની યાત્રાનોંધમાં વર્ણવ્યું છે કે, લોકો પોતાનાં પુજ્યોની મૂર્તિઓને  રથમાં પધરાવતા પછી રાજા, રાણી અને બધાં લોકો તેમને મંદિરમાંથી ભજન ગાતા –  વગાડતા પૂરા નગરમાં લઈ જતા.આમ રથયાત્રાની શરુઆતનો ચોક્કસ સમયગાળો નોંધવામા આવેલો હોય તેવું મળી આવતુ નથી પરંતુ રથયાત્રાની પ્રથા પૂરાતન કાળથી ચાલી આવે છે. તેવી સાબિતી ઇતિહાસ અને પૂરાણમાં ઠેર ઠેર મળી આવે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.