Not Set/ ઈંગ્લેન્ડ સામે હાર બાદ પણ ન્યૂઝીલેન્ડ આવી શકે છે સેમીફાઈનલમાં, પાકિસ્તાનને રહેશે ચમત્કારની આશા

આઈસીસી વિશ્વકપ 2019 સેમીફાઈનલ માટે ઓસ્ટ્રેલિયા, ભારત અને ઈંગ્લેન્ડ ક્વોલિફાઇ થઇ ગયા છે. જ્યારે હવે ચોથા સ્થાન માટે નેટ રન રેટ પર સૌ કોઇની નજર રહેશે. ગઇકાલે બુધવારે ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તે છતા પણ ન્યૂઝીલેન્ડની ટીમની સેમીફાઈનલમાં પહોચવાની સંભાવનાઓ સૌથી વધારે છે. જો પાકિસ્તાનને ટોપ ફોરમાં પોતાની જગ્યા બનાવવી […]

Top Stories Sports
kane and sarfraz ઈંગ્લેન્ડ સામે હાર બાદ પણ ન્યૂઝીલેન્ડ આવી શકે છે સેમીફાઈનલમાં, પાકિસ્તાનને રહેશે ચમત્કારની આશા

આઈસીસી વિશ્વકપ 2019 સેમીફાઈનલ માટે ઓસ્ટ્રેલિયા, ભારત અને ઈંગ્લેન્ડ ક્વોલિફાઇ થઇ ગયા છે. જ્યારે હવે ચોથા સ્થાન માટે નેટ રન રેટ પર સૌ કોઇની નજર રહેશે. ગઇકાલે બુધવારે ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તે છતા પણ ન્યૂઝીલેન્ડની ટીમની સેમીફાઈનલમાં પહોચવાની સંભાવનાઓ સૌથી વધારે છે. જો પાકિસ્તાનને ટોપ ફોરમાં પોતાની જગ્યા બનાવવી છે તો તેણે બાંગ્લાદેશ સામે મોટી જીત મેળવવાની રહેશે. આપને જણાવી દઇએ કે, આ જીત અંદાજે 300 રનોથી હોવી જરૂરી છે. પરંતુ જે રીતે બાંગ્લાદેશની ટીમ આ ટૂર્નામેન્ટમાં રમી છે તે જોતા આ હવે અશક્ય દેખાઇ રહ્યુ છે. જેથી હવે કહી શકાય કે, પાકિસ્તાનની વિશ્વકપની મુસાફરી અહી જ સમાપ્ત થઇ ગઇ છે.

poitn table44 ઈંગ્લેન્ડ સામે હાર બાદ પણ ન્યૂઝીલેન્ડ આવી શકે છે સેમીફાઈનલમાં, પાકિસ્તાનને રહેશે ચમત્કારની આશા

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

જાણો નેટ રન રેટ શું છે

ટૂર્નામેન્ટમાં ટીમ દ્વારા બનાવવામાં આવેલ રનોને રમી ગયેલી ઓવરોમાં ડિવાઇડ કરવામાં આવે છે. હવે પ્રતિસ્પર્ધી ટીમની વિરુદ્ધ પ્રતિ ઓવર બનાવવામાં આવેલ રન નિકાળવામાં આવે છે. ત્યારબાદ બેટિંગથી બોલિંગની એવરેજને ઘટાડવામાં આવતા નેટ રન રેટ સામે આવે છે.

જાણો કેમ જરૂરી છે નેટ રન રેટ

જે સમયે બે ટીમોનાં પોઈન્ટ એક જ હોય ત્યારે નેટ રન રેટની જરૂર પડે છે. ત્યારે કોઇ એક ટીમને પસંદ કરવા માટે આ જરૂરી થઇ જાય છે. નેટ રન રેટમાં જે ટીમ આગળ હોય છે તે ટૂર્નામેન્ટમાં આગળ ક્વોલિફાઇ થાય કરી જાય છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

પાકિસ્તાન નેટ રન રેટ

pakistan8798 team ઈંગ્લેન્ડ સામે હાર બાદ પણ ન્યૂઝીલેન્ડ આવી શકે છે સેમીફાઈનલમાં, પાકિસ્તાનને રહેશે ચમત્કારની આશા

પાકિસ્તાન આ વિશ્વકપ અત્યાર સુધીમાં 8 મેચ રમી છે. જેમા તેને 4 મેચમાં જીત મળી છે તો 3માં તેને હાર મળી છે અને એક મેચ તેની રદ્દ થઇ ગઇ હતી. બાંગ્લાદેશની વિરુદ્ધ પાકિસ્તાનની હજુ એક મેચ બાકી છે. નેટ રન રેટને જોતા ન્યૂઝીલેન્ડ પાકિસ્તાનથી આગળ છે. પાકિસ્તાનનાં 338.5 ઓવરોમાં 1710 રન છે અને તેણે જે ટીમો વિરુદ્ધ મેચ રમી છે તેમના 303.4 ઓવરોમાં 1773 રન છે. જે આધારે પાકિસ્તાનનો નેટ રન રેટ(-0.792) છે.

ન્યૂઝીલેન્ડ નેટ રન રેટ

icc cricket world cup new zealand nets b7f906ea 9a46 11e9 b4b1 9d5290fba395 ઈંગ્લેન્ડ સામે હાર બાદ પણ ન્યૂઝીલેન્ડ આવી શકે છે સેમીફાઈનલમાં, પાકિસ્તાનને રહેશે ચમત્કારની આશા

વિશ્વકપ 2019માં ન્યૂઝીલેન્ડની ટીમ 9 મેચ રમી ચુકી છે. ન્યૂઝીલેન્ડે વિશ્વકપની 9 મેચોમાં 5 માં જીત તો 3 હાર મેળવી છે. ન્યૂઝીલેન્ડની એક મેચ ભારત સામે હતી જે વરસાદનાં કારણે રદ્દ થઇ ગઇ હતી. જેના કારણે તેને એક જ પોઇન્ટ મળ્યો હતો. ન્યૂઝીલેન્ડે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 344 ઓવરોમાં 1674 રન બનાવ્યા છે. વળી તેના વિરુદ્ધ રમી ગયેલી ટીમોનાં 398.1 ઓવરોમાં 1868 રન છે. જે આધારે ન્યૂઝીલેન્ડનો નેટ રન રેટ 0.175 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.