નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં તેમણે કોરોના વાયરસથી પ્રભાવિત શિક્ષણ પ્રણાલીને ખૂબ મહત્વ આપ્યું છે. શાળાએ જવા વાળા બાળકોના શિક્ષણ પર શું આપવામાં આવ્યું છે. આ દરમિયાન તેમણે દેશમાં શિક્ષણની સુધારણા માટે ઈ-વિદ્યા યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. બાળકોના શિક્ષણ માટે 200 નવી ટીવી ચેનલો લાવવામાં આવશે. આ કોવિડને કારણે પ્રભાવિત શિક્ષણને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. દેશમાં ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.
આ પણ વાંચો :આજથી બેંક અને સિલિન્ડર સહિત અનેક નિયમોમાં થશે ફેરફાર,જાણો વિગત
નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે નાણાંકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવા માટે લાલ કપડામાં લપેટી ટેબલેટ સાથે સંસદ ભવન પહોંચ્યા હતા. સીતારમણે નાણા મંત્રાલયના તેમના કાર્યાલયની બહાર પરંપરાગત શૈલીમાં ‘બ્રિફકેસ’ સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. જો કે, આ કોઈ સામાન્ય બ્રિફકેસ નથી પરંતુ લાલ કપડામાં લપેટેલી ટેબ્લેટ છે. તેમણે ગયા વર્ષે પણ તેમનું બજેટ ભાષણ ડિજિટલ શૈલીમાં વાંચ્યું હતું.
કોવિડ મહામારીની વચ્ચે, 2021 માં બજેટ રજૂ કરવાના દિવસે, સીતારમણે તેમાં વધુ એક ફેરફાર કરીને ડિજિટલ બજેટ રજૂ કર્યું. આ માટે તે લાલ કપડામાં લપેટેલ ટેબ્લેટ સાથે જોવા મળ્યા હતા. આ વર્ષે પણ સીતારમણે ડિજિટલ બજેટ રજૂ કરવાની પ્રક્રિયા ચાલુ રાખી હતી. તેમને ‘આત્મનિર્ભર ભારતનું બજેટ’ ગણાવતા ડિજિટલ ઈન્ડિયાએ કહ્યું કે ‘બુક-એકાઉન્ટ’ને બદલે નાણામંત્રી ‘મેડ ઈન ઈન્ડિયા’ ટેબલેટ સાથે પેપરલેસ બજેટ સાથે દેખાયા.
2014માં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ બજેટ રજૂ કરવાની તારીખ 28 ફેબ્રુઆરીથી બદલીને 1 ફેબ્રુઆરી કરવામાં આવી હતી. તે હવે દર વર્ષે 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે સંસદમાં રજૂ કરવામાં આવે છે.
આ પણ વાંચો :બજેટ પહેલા જ સેન્સેક્સ 650 પોઇન્ટના ઉછાળા સાથે તેજીમાં,નિફટીમાં પણ વધારો
આ પણ વાંચો :Budget 2022 : વહી ખાતાથી લઈને એપ સુધી રહી બજેટની સફર
આ પણ વાંચો :બજેટ પહેલા એલપીજીના ભાવમાં ધરખમ ઘટાડો!જાણો નવી કિંમત
આ પણ વાંચો :આત્મનિર્ભર ભારતમાંથી 16 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે