Not Set/ ઓડિશામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં 4 માઓવાદીઓને કર્યા ઠાર

ઓડિશાનાં કંધમલ જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ ચાર ઇનામી માઓવાદીઓને ઠાર માર્યા હતા. આપને જણાવી દઈએ કે, તુમુદિબાંધ વિસ્તાર નજીક સિરલા જંગલમાં માઓવાદી છાવણીનાં સંબંધમાં માહિતી મળી હતી, જે પછી ડીવીપી અને એસઓજીનાં જવાનોએ રવિવારે સવારે સ્થળ પર દરોડો પાડ્યો હતો. સૈનિકોની ફાયરિંગમાં માઓવાદીઓને ગોળી વાગી હતી. જણાવી દઇએ કે, ગુપ્તચર અહેવાલનાં આધારે સુરક્ષા દળોએ દરોડા […]

India
06ecc87708287b95cf2ec1aff6ed0175 ઓડિશામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં 4 માઓવાદીઓને કર્યા ઠાર
06ecc87708287b95cf2ec1aff6ed0175 ઓડિશામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં 4 માઓવાદીઓને કર્યા ઠાર

ઓડિશાનાં કંધમલ જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ ચાર ઇનામી માઓવાદીઓને ઠાર માર્યા હતા. આપને જણાવી દઈએ કે, તુમુદિબાંધ વિસ્તાર નજીક સિરલા જંગલમાં માઓવાદી છાવણીનાં સંબંધમાં માહિતી મળી હતી, જે પછી ડીવીપી અને એસઓજીનાં જવાનોએ રવિવારે સવારે સ્થળ પર દરોડો પાડ્યો હતો. સૈનિકોની ફાયરિંગમાં માઓવાદીઓને ગોળી વાગી હતી. જણાવી દઇએ કે, ગુપ્તચર અહેવાલનાં આધારે સુરક્ષા દળોએ દરોડા પાડ્યા હતા.

મૃતક માઓવાદીઓની ઓળખ કેકેબીએન વિભાગનાં સભ્યો તરીકે કરવામાં આવી છે. ઓડિશા સરકારે આ માઓવાદીઓને ઇનામ આપવાની જાહેરાત કરી હતી. એન્કાઉન્ટર સ્થળ પરથી ત્રણ લાઇસન્સવાળી રાઇફલ, બે દેશી પિસ્તોલ અને મોટી માત્રામાં હથિયાર સહિતનો દારૂગોળો જપ્ત કરાયો છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન સઘન કરાયું છે. ઓડિશા પોલીસે ટ્વિટ કર્યું છે કે, “સુરક્ષા દળોને જંગલ સર્ચ ઓપરેશન દરમિયાન માઓવાદીઓ છુપાયેલા હોવાનો ભય હતો.” બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી હતી. આ પછી, એન્કાઉન્ટરમાં સુરક્ષા બળો દ્વારા ચાર માઓવાદીઓ માર્યા ગયા હતા.