Not Set/ બેરોજગારીની ચરમસીમા : ૧૦,૦૦૦ નોકરીની ભર્તી માટે આવી દેશભરમાંથી ૯૫ લાખ અરજીઓ

દેશભરમાં બેરોજગારીનો પ્રશ્ન વધતો જ જાય છે. નોકરીના એક નાના પદ માટે પણ ઉચ્ચતર ડીગ્રી ધારક યુવકોને અપ્લાય કરવાની મજબુરી આવી છે. હાલમાં જ રેલ્વેની એક ભર્તી મામલે ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભારતીય રેલ્વેમાં સુરક્ષા બળની ભર્તી હાલ કરવામાં આવી રહી છે.આશરે દશ હજાર ભર્તીઓ માટે દેશભરમાંથી અત્યાર સુધી ૯૫ લાખ જેટલી અરજીઓ આવી […]

Top Stories India Trending
6699 બેરોજગારીની ચરમસીમા : ૧૦,૦૦૦ નોકરીની ભર્તી માટે આવી દેશભરમાંથી ૯૫ લાખ અરજીઓ

દેશભરમાં બેરોજગારીનો પ્રશ્ન વધતો જ જાય છે. નોકરીના એક નાના પદ માટે પણ ઉચ્ચતર ડીગ્રી ધારક યુવકોને અપ્લાય કરવાની મજબુરી આવી છે.

હાલમાં જ રેલ્વેની એક ભર્તી મામલે ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભારતીય રેલ્વેમાં સુરક્ષા બળની ભર્તી હાલ કરવામાં આવી રહી છે.આશરે દશ હજાર ભર્તીઓ માટે દેશભરમાંથી અત્યાર સુધી ૯૫ લાખ જેટલી અરજીઓ આવી ગઈ છે.

રેલ્વે રીક્રુટમેન્ટ ડીપાર્ટમેન્ટને હાલ એ વાતથી તકલીફ થઇ રહી છે કે આટલા બધા લોકોની પરીક્ષા કેવી રીતે લેશે ?

રેલ્વે સુરક્ષાબળના મહાનિદેશક અરુણ કુમાર સિંહે જણાવ્યું હતું કે દેશભરમાં કોન્સ્ટેબલના પદ માટે ૮૬૧૯ અને સબ-ઇન્સ્પેક્ટર માટે ૧,૧૨૦ ભર્તી બહાર પાડવામાં આવી છે.

કોન્સ્ટેબલ પદ

જગ્યા

મહિલા : ૪૨૧૬

પુરુષ : ૪૪૦૩

આવેલી અરજીઓ : ૭૬.૬૦ લાખ

સબ-ઇન્સ્પેક્ટર પદ

જગ્યા

મહિલા : ૩૦૧

પુરુષ : ૮૧૯

આવેલી અરજીઓ : ૧૮.૯૧ લાખ

આ બન્ને પદ માટે અત્યાર સુધીમાં ૯૫ લાખ ૫૧ હજાર અરજીઓ આવી ગઈ છે.

આટલી મોટી સંખ્યાના લોકોની પરીક્ષાનું આયોજન કેવી રીતે કરવું તેની મુંજવણમાં તેઓ પડી ગયા છે.

આ સમસ્યાને હલ કરવા માટે તેઓ સેન્ટ્રલાઈઝડ કોમ્પ્યુટરની સીસ્ટમ બનાવશે જેમાં ઝોનને આધારે સિસ્ટમનું વર્ગીકરણ કરવામાં આવશે.