Income tax raid/ રાજકોટમાં લાડાણી ગ્રૂપની કરચોરી, રૂપિયા 500 કરોડના બેનામી પુરાવા ઝૂંપડપટ્ટીમાંથી મળ્યા

એ પણ જાણવા મળ્યું છે કે કંપનીના બ્લેકમનીને સાચવવાનું તથા તેને હેન્ડલ કરવાનું કામ કંપનીના એકાઉન્ટન્ટ અંકિત શિરા અને રાજ સિસોદિયા દ્વારા કરી આપવામાં આવતું હતું. ઉપરાંત, પુરાવા ન મળે તે માટે એકદમ ભંગાર હાલતમાં હોય તેવી જગ્યા પર પસંદગી ઉતારવામાં આવી હતી.

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2024 03 07T152204.811 રાજકોટમાં લાડાણી ગ્રૂપની કરચોરી, રૂપિયા 500 કરોડના બેનામી પુરાવા ઝૂંપડપટ્ટીમાંથી મળ્યા

Rajkot News: રાજકોટમાં લાડાણી ગ્રૂપની કરચોરીનો મામલો સામે આવ્યો છે. આવકવેરા વિભાગ દ્વારા 27 ફેબ્રુઆરીથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે બિલ્ડર દિલીપ લાડાણીના ત્યાં આઈ.ટી. વિભાગે દરોડા પાડતા કરચોરી કરતા ગ્રૂપને ત્યાં ખળભળાટ મચી ગયો છે.

ત્યારે ઈન્કમ ટેક્સ વિભાગે પોલીસની મદદથી 450 CCTV કેમેરા ચેક કર્યા હતા. CCTV કેમેરા ચેક કરતા સમગ્ર 500 કરોડ રૂપિયા ઝૂંપડપટ્ટીમાં છૂપાયા હોવાનું સામે આવ્યું છે. 500 કરોડ બ્લેકમનીના પુરાવા ઝૂંપડપટ્ટીમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. યુનિવર્સિટી રોડ પર PGVCLની ઓફિસની પાછળ આવેલા ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં એક રૂમમાં તપાસ કરતા આવકવેરા વિભાગને ચોરીના તમામ પુરાવા મળ્યા છે.

એ પણ જાણવા મળ્યું છે કે કંપનીના બ્લેકમનીને સાચવવાનું તથા તેને હેન્ડલ કરવાનું કામ કંપનીના એકાઉન્ટન્ટ અંકિત શિરા અને રાજ સિસોદિયા દ્વારા કરી આપવામાં આવતું હતું. ઉપરાંત, પુરાવા ન મળે તે માટે એકદમ ભંગાર હાલતમાં હોય તેવી જગ્યા પર પસંદગી ઉતારવામાં આવી હતી.

IT વિભાગે 27 ફેબ્રુઆરીએ લાડાણી જૂથ અને તેના નિકટના લોકોના 30 પરિસરો પર સર્ચ ઓપરેશન કર્યું હતું. ત્યારે રેડ દરમિયાન 10મા માળેથી ફેંકવામાં આવેલો ફોન રિકવર કરવામાં આવ્યો છે. ફોનમાંથી ડેટા મેળવવા માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે. ફોનમાંથી ઘણા પુરાવા, માહિતી મળી શકે તેમ જણાઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, CCTV ફૂટેજમાં અંકિત શિરા અને તેમની પત્ની એક સુટકેસ બેગ લઈને જતા હતા. સુટકેસનું પગેરું શોધતા તેમાંથી 1.25 કરોડ રૂપિયા નીકળ્યા છે. આવકવેરા વિભાગ હજુ વધુ ઊંડી તપાસ કરી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં તબીબ મહિલાના મોતથી ખળભળાટ, મૃતક મહિલા અને P.I. વચ્ચે પ્રેમ સંબંધ

આ પણ વાંચો :પાલનપુર – દાંતા હાઇવે ઉપર અકસ્માત સર્જાતા બે સગા ભાઈઓનાં મોત

આ પણ વાંચો :દસાડા તાલુકાના નાના રણમાં મીઠાના ખારા પાણીના ભાવને લઈ આંદોલન