Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) વચ્ચે શિરોમણી અકાલી દળ (SAD)ને ચંદીગઢથી મોટો ફટકો પડ્યો છે. સુરત, ઈન્દોર અને પુરીની જેમ ચંદીગઢમાં પણ ઉમેદવારી નોંધાવ્યા બાદ ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. શિરોમણી અકાલી દળ (SAD)ના ઉમેદવાર હરદીપ સિંહ બુટ્રેલાએ ચંડીગઢ લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે.
વાસ્તવમાં શિરોમણી અકાલી દળ (SAD) એ 22 એપ્રિલે ચંદીગઢ સંસદીય મતવિસ્તારથી હરદીપ સિંહ બુટ્રેલાને ઉમેદવાર બનાવ્યા હતા. આ પછી હરદીપ સિંહે પણ આ બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. આ પછી, સોમવારે તેણે ચૂંટણી લડવાની ના પાડી દીધી.
ચૂંટણી લડવાની કેમ ના પાડી?
મીડિયા સાથે વાત કરતા હરદીપ સિંહ બુટ્રેલાએ કહ્યું કે પાર્ટીએ વચન આપ્યું હતું કે તેઓ સમગ્ર પ્રચારને સંભાળશે. પાર્ટી દરેક પાસાઓનું ધ્યાન રાખશે પરંતુ પાર્ટીનો કોઈ વરિષ્ઠ નેતા અહીં આવ્યો નથી.
આ પણ વાંચો:ઝારખંડમા બોલ્યા વડાપ્રધાન-‘ઘરે જાઓ, ટીવી જોતા પહેલા વાંચી લો આ સ્ટોરી…
આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયામાં નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી, ભારતીય વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા
આ પણ વાંચો:‘ગર્ભવતી મહિલા’ને બદલે ‘ગર્ભવતી વ્યક્તિ’ શબ્દનો સુપ્રીમ કોર્ટે કેમ કર્યો ઉપયોગ, કોર્ટે કરી સ્પષ્ટતા