અંતરિક્ષ/ ચીનનુ 21 ટન વજન ધરાવતુ રોકેટ અવકાશમાંથી પડી જવાની આશંકા,ભારત પર મંડરાઇ રહ્યો છે ખતરો

ચીનના રોકેટનો કાટમાળ આગામી થોડા દિવસોમાં પૃથ્વી પર તૂટી પડવાનો છે. જ્યારે તે પડશે ત્યારે તે વિશ્વના મોટા ભાગને અસર કરી શકે છે

Top Stories World
8 24 ચીનનુ 21 ટન વજન ધરાવતુ રોકેટ અવકાશમાંથી પડી જવાની આશંકા,ભારત પર મંડરાઇ રહ્યો છે ખતરો

ચીનના રોકેટનો કાટમાળ આગામી થોડા દિવસોમાં પૃથ્વી પર તૂટી પડવાનો છે. જ્યારે તે પડશે ત્યારે તે વિશ્વના મોટા ભાગને અસર કરી શકે છે. કેલિફોર્નિયા સ્થિત નોનપ્રોફિટ એરોસ્પેસ કોર્પના જણાવ્યા અનુસાર 24 જુલાઈના રોજ ચીન દ્વારા લોન્ચ કરાયેલ લોંગ માર્ચ 5B રોકેટનો એક ભાગ 31 જુલાઈની આસપાસ આઉટ ઓફ કંટ્રોલ થયો છે,આ બૂસ્ટરનું વજન 23 મેટ્રિક ટન છે.

એરોસ્પેસની આગાહીઓ અનુસાર, કાટમાળ પડવાના સંભવિત પ્રદેશોમાં અમેરિકા તેમજ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ભારત અને દક્ષિણપૂર્વ એશિયાનો સમાવેશ થાય છે. જો કે ચીન આ ચિંતાને સંપૂર્ણ રીતે નકારી રહ્યું છે. ગ્લોબલ ટાઈમ્સ અખબારે એક નિષ્ણાતને ટાંકીને કહ્યું હતું કે, “અમેરિકા એરોસ્પેસ સેક્ટરમાં ચીનના વિકાસને રોકવામાં સક્ષમ નથી,તેથી આરોપો લગાવે છે.

ટીકાકારો કહે છે કે ત્યાં અનિયંત્રિત અકસ્માતોની શ્રેણી છે જે યુએસ સાથે ચીનની વધતી અવકાશ સ્પર્ધાના જોખમોને પ્રકાશિત કરે છે. “વસ્તીવાળા વિસ્તારમાં બાકીના કાટમાળના ઉતરાણની શક્યતા શૂન્ય નથી. વિશ્વની 88% થી વધુ વસ્તી આવા કાટમાળનો ભોગ બની છે.

ઉલ્લેખનીય છે કે  2021માં અન્ય લોંગ માર્ચ રોકેટના ટુકડા હિંદ મહાસાગરમાં પડ્યા હતા. આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે ચીનની સ્પેસ એજન્સીએ તેના પરથી નિયંત્રણ ગુમાવ્યું છે.તે સ્પષ્ટ છે કે ચીન અવકાશના કાટમાળ માટે જવાબદાર ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું છે,નાસાના પ્રશાસક બિલ નેલ્સને આ માહિતી આપી હતી.