Not Set/ રામબનમાં ત્રણ આતંકીઓને સેનાએ કર્યા ઢેર, એક જવાન થયો શહીદ

જમ્મુ-કાશ્મીરનાં રામબનનાં બટોટ-ડોડા રોડ વિસ્તારમાં શનિવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયુ હતુ. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમણે આતંકવાદીઓ દ્વારા ઘરમાં બંધક રાખેલા સભ્યને સુરક્ષિત રીતે બહાર કાઢી દીધો છે. વળી, આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. કેટલાક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ પણ છે. પોલીસ […]

Top Stories India
રામબનમાં ત્રણ આતંકીઓને સેનાએ કર્યા ઢેર, એક જવાન થયો શહીદ

જમ્મુ-કાશ્મીરનાં રામબનનાં બટોટ-ડોડા રોડ વિસ્તારમાં શનિવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયુ હતુ. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમણે આતંકવાદીઓ દ્વારા ઘરમાં બંધક રાખેલા સભ્યને સુરક્ષિત રીતે બહાર કાઢી દીધો છે. વળી, આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. કેટલાક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ પણ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે એન્કાઉન્ટરનો અંત આવ્યો છે. જોકે, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

ભારતીય સેનાનાં પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું કે આજે શનિવારે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ બે વ્યક્તિઓએ બટોટા-ડોડા રોડ પર એક નાગરિકનું વાહન રોકવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઇવરને બંનેનાં અભિવ્યક્તિ અને દેખાવ અંગે શંકા થઇ. આ બાબતે તેણે નજીકની આર્મી પોસ્ટને જાણ કરી. ભારતીય સેનાનાં જવાનોએ બંને શંકાસ્પદ આતંકવાદીઓની શોધમાં તુરંત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ.

આ સમય દરમિયાન આતંકવાદીઓ એક મકાનમાં ઘૂસી ગયા હતા. એક સ્થાનિક નાગરિકે કહ્યું કે ત્રણ આતંકીઓ સિવિલ ડ્રેસ અને હાથમાં બંદૂક લઇને પડોશનાં મકાનમાં ઘૂસી ગયા છે. આ સમય દરમિયાન તે પરિવારનાં બધા સભ્યો બહાર આવી ગયા. પરંતુ ઘરનાં માલિકને આતંકીઓ દ્વારા તેના જ મકાનમાં કેદ કરવામાં આવ્યો હતો. જોકે હવે તેનો બચાવ થયો છે. જમ્મુનાં પોલીસ મહાનિર્દેશક (આઇજી) મુકેશસિંહે કહ્યું કે બંધકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે. એક સૈન્ય સૈનિક માર્યો ગયો છે અને બે પોલીસ જવાન ઘાયલ થયા છે. કામગીરી હવે પૂરી થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.