Earthquake/ લખનૌમાં ભૂકંપના આંચકા, 5 માળનું એપાર્ટમેન્ટ ધરાશાયી; ત્રણના મોત, 24થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સહિત ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં મંગળવારે બપોરે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા

Top Stories India
Earthquake

Earthquake: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સહિત ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં મંગળવારે બપોરે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. દરમિયાન, સાંજે 7.30 વાગ્યે, લખનૌના હઝરતગંજના વજીર હસન રોડ પર સ્થિત 5 માળનું અલાયા એપાર્ટમેન્ટ ધરાશાયી થયું. માહિતી મળતાં જ રેસ્ક્યૂ ટીમ સાથે  પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે.

કાટમાળમાં 24થી વધુ લોકો ફસાયા હોવાના અહેવાલ છે. પાંચ માળના એપાર્ટમેન્ટમાં 20 જેટલા ફ્લેટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કાટમાળમાં લગભગ 50 થી 60 લોકો ફસાયા હોવાની આશંકા છે. તેઓ એમ પણ કહે છે કે અમે ચા પી રહ્યા હતા, ત્યારે અચાનક જોરથી અવાજ આવ્યો અને ધુમાડાનો ફુગ્ગો ઉછળ્યો. જોયું કે તરત જ મારી આંખ સામે અંધકાર છવાઈ ગયો.

યુપીના ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે. NDRF-SDRF ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસ કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટનાસ્થળે છે. અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે લખનૌના જિલ્લા મેજિસ્ટ્રેટ સૂર્યપાલ ગંગવારને પૂછવામાં આવ્યું કે શું ભૂકંપના કારણે દિવસ દરમિયાન અકસ્માત થયો હતો, તો તેમણે કહ્યું કે, અત્યારે કંઈ કહી શકાય નહીં.

ઘટનાની માહિતી મળતાની સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જૂની ઈમારત ધરાશાયી થવાની ઘટનાની નોંધ લીધી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને તેમની યોગ્ય સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ ઈજાગ્રસ્તોના જલદી સાજા થવાની કામના કરી હતી. આ સાથે, જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સાથે, એસડીઆરએફ, એનડીઆરએફની ટીમોને સ્થળ પર જઈને રાહત કાર્ય કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે અનેક હોસ્પિટલોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રિપોર્ટ અનુસાર, બપોરે 2.28 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.8 હતી અને તેનું કેન્દ્ર નેપાળમાં જમીનના સ્તરથી 10 કિલોમીટર નીચે હતું. રિપોર્ટ અનુસાર રાજધાની લખનૌ સિવાય બરેલી, આગ્રા, નોઈડા, ગાઝિયાબાદ અને મેરઠમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

 કેટલી તીવ્રતા વિનાશ સર્જે છે

તીવ્રતા    અસર

2-2.9    હળવા આંચકા

3-3.9   વાહન પસાર થયાનો અનુભવ

4-4.9    ધ્રુજારી

5-5.9    ક્રેક થઈ શકે છે

6-6.9   ઇમારત પડી શકે છે, પાયો તૂટી શકે છે.