Not Set/ યુટ્યુબ જોઈને 17 વર્ષની છોકરીએ આપ્યો બાળકને જન્મ, માતા-પિતા હતા સમગ્ર ઘટનાથી અજાણ

કેરળમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 17 વર્ષની છોકરીએ પોતાના ઘરે બાળકને જન્મ આપ્યો. ચોંકાવનારી વાત એ છે કે યુવતીએ યુટ્યુબ જોઈને બાળકને જન્મ આપ્યો હતો

Top Stories India Trending
બાળકને જન્મ યુટ્યુબ જોઈને 17 વર્ષની છોકરીએ આપ્યો બાળકને જન્મ,

કેરળમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 17 વર્ષની છોકરીએ પોતાના ઘરે બાળકને જન્મ આપ્યો. ચોંકાવનારી વાત એ છે કે યુવતીએ યુટ્યુબ જોઈને બાળકને જન્મ આપ્યો હતો, જ્યારે તેના માતા-પિતાને તેની પ્રેગ્નન્સી વિશે ખબર જ નહોતી. પોલીસે તેના 21 વર્ષીય બોયફ્રેન્ડની ધરપકડ કરી છે.

મામલો કેરળના મલ્લપુરમ જિલ્લાનો છે જ્યાં છોકરીએ 20 ઓક્ટોબરે બાળકને જન્મ આપ્યો હતો. બાળકીની અંધ માતાને ડિલિવરી થયાના ત્રણ દિવસ પછી બાળક વિશે ખબર પડી. બાળકી ડિલિવરી પછી ત્રણ દિવસ સુધી તેના રૂમમાં બંધ રહી. ડિલિવરી બાદ ઈન્ફેક્શનને કારણે તેને બાળક સાથે રૂમમાંથી બહાર આવવું પડ્યું હતું, જ્યાંથી માતા અને બાળક બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

21 વર્ષનો પાડોશી છોકરો બાળકનો પિતા છે

ચાઈલ્ડ વેલફેર કમિટી (CWC) એ આ ગર્ભાવસ્થા વિશે પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છોકરીના પડોશમાં રહેતો 21 વર્ષનો છોકરરથી તેણી ગર્ભવતી બની હતી. અને તેણે જ  ડિલિવરી સમયે યુટ્યુબ જોઈને નાળ કાપવાની સલાહ આપી હતી.

માતા-પિતાને ગર્ભાવસ્થા વિશે ખબર ન હતી

સીડબ્લ્યુસીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે એક જ ઘરમાં રહેતાં માતાને પુત્રીની ગર્ભાવસ્થા વિશે કેવી રીતે ખબર ન પડી. પોલીસે જણાવ્યું કે માતા જોઈ શકતી નથી અને પિતા સિક્યોરિટી ગાર્ડ છે તેથી તેઓ રાત્રે ઘરની બહાર રહે છે. માતા વિચારતી રહી કે દીકરી ઓનલાઈન ક્લાસમાં ભણવા માટે રૂમનો દરવાજો બંધ રાખે છે. પોલીસે જણાવ્યું કે પાડોશના આરોપી છોકરાએ છોકરીના ઘરની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવ્યો.

ડ્રગ્સ અને ચેટ્સ / વોટ્સએપ કહે છે કે ચેટ સુરક્ષિત છે, તો NCBના હાથમાં કયાંથી આવી …?

Tips / જો તમારે વિદેશમાં ડ્રાઇવિંગ કરવું હોય તો તમારે લેવું પડશે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ, જાણો શું છે પ્રક્રિયા

Technology / Google ને તમારું લોકેશન ટ્રેક કરવાથી કેવી રીતે રોકવું? ચાલો જાણીએ કેટલાક ઉપાય

Technology / સસ્તા લેપટોપ પર કામ કરી રહી છે માઈક્રોસોફ્ટ, વિન્ડોઝ 11 સાથે લોન્ચ કરશે