Not Set/ રાફેલ ડીલ અંગે રાહુલ બોલ્યા, ઓલાંદે PM ને કહ્યા ચોર, મોદી કરે સ્પષ્ટતા

રાફેલ ડીલ અંગે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના નિવેદન પછી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ફરી એક વખત PM મોદી, મોદી સરકાર અને રિલાયન્સ કંપનીના માલિક અનિલ અંબાણી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓએ ભારતીય શહીદોનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘ફ્રાંસના એક પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, અનિલ અંબાણીની કંપનીને […]

Top Stories India Trending Politics
Rafal Deal: Rahul said ‘Oland called the PM a thief,’ Modi should Clarify this

રાફેલ ડીલ અંગે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના નિવેદન પછી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ફરી એક વખત PM મોદી, મોદી સરકાર અને રિલાયન્સ કંપનીના માલિક અનિલ અંબાણી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓએ ભારતીય શહીદોનું અપમાન કર્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘ફ્રાંસના એક પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, અનિલ અંબાણીની કંપનીને પસંદ કરવામાં તેમની કોઈ ભૂમિકા ન હતી. અનિલ અંબાણીને જે હજારો કરોડોનો કરાર મળ્યો છે, તે નરેન્દ્ર મોદીના કહેવાથી આપવામાં આવ્યો હતો, મતલબ ફ્રાંસના એક પૂર્વ રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાનને ચોર કહી રહ્યા છે. આ અંગે હિન્દુસ્તાનના વડાપ્રધાને સ્પષ્ટતા કરવી જોઈએ.’

Rahul Gandhi રાફેલ ડીલ અંગે રાહુલ બોલ્યા, ઓલાંદે PM ને કહ્યા ચોર, મોદી કરે સ્પષ્ટતા

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘મને સમજ નથી પડતી કે, આમ છતાં હિન્દુસ્તાનના વડાપ્રધાન રાફેલ ડીલ અંગે શા માટે એક પણ શબ્દ બોલતા નથી? તેઓ ઓલાંદના નિવેદન અંગે ક્યારે જવાબ આપશે? નરેન્દ્ર મોદીએ ખુદ અનિલ અંબાણીને ૧૩૦ હજાર કરોડ રૂપિયાની ભેટ આપી છે. દેશના નાગરિકોના ખિસ્સામાંથી પૈસા કાઢીને અંબાણીને આપવામાં આવ્યા છે.’ તેમણે કહ્યું હતું કે, જયારે પીએમ મોદી જયારે રાફેલ ડીલ કરી રહ્યા હતા, ત્યારે રક્ષા મંત્રી ગોવામાં માછલી ખરીદી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, અનિલ અંબાણીને પીએમ મોદીએ કોન્ટ્રાક્ટ અપાવ્યો છે.

PM Modi રાફેલ ડીલ અંગે રાહુલ બોલ્યા, ઓલાંદે PM ને કહ્યા ચોર, મોદી કરે સ્પષ્ટતા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રાફેલ ડીલ દેશના જવાનો અને સુરક્ષાની સાથે જોડાયેલો મુદ્દો  છે. આ દરમિયાનમાં રાહુલ ગાંધીએ રાફેલ ડીલની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ પાસે કરાવવાની માંગણી કરી હતી. આ અગાઉ રાહુલ ગાંધીએ રાફેલ ડીલ અંગે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ સંયુકતપણે રક્ષા દળો ઉપર એક લાખ ત્રીસ હજાર (1,30,000) કરોડ રૂપિયાની ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરી છે. વડાપ્રધાન મોદી તમે આપણા શહીદ જવાનોની શહીદીનું અપમાન કર્યું છે, તમે ભારતની આત્માની સાથે દગો કર્યો છે.’

ઉલ્લેખનીય છે કે, રાફેલ કરારમાં એક ફ્રેંચ મીડિયા કથિત રીતે પૂર્વ ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદનો હવાલો આપીને સનસનાટીભર્યો ખુલાસો કરતા કહ્યું હતું કે, અબજો ડોલરના આ સોદામાં ભારત સરકારે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સને દસોલ્ટ એવિએશનના ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ નવાં ખુલાસા પછી વિપક્ષને મોદી સરકાર પર નિશાન સાધવાની માટે નવાં મોકા મળી ગયા છે.

રક્ષા મંત્રાલયનું વલણ

પીટીઆઈ-ભાષાના અહેવાલ મુજબ ઓલાંદની ટિપ્પણી ભારત સરકારના વલણથી વિપરીત છે. આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા શુક્રવારે રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘પૂર્વ ફ્રાંસીસી રાષ્ટ્રપતિનું આ નિવેદન છે કે, ભારત સરકારની એક ખાસ સંસ્થાને રાફેલમાં દસોલ્ટ એવિએશનના ભાગીદાર બનાવવા માટે દબાણ કર્યું હતું, તેનું સમર્થન કરવામાં આવી રહ્યું છે.’ પ્રવક્તાએ એવું પણ કહ્યું કે, ‘ફરી એક વખત આ વાતને ભારપૂર્વક કહેવામાં આવી રહી છે કે, આ વાણિજ્યિક નિર્ણયમાં ન તો સરકારની અને ન તો ફ્રાંસીસી સરકારની કોઈ ભૂમિકા હતી.’

Rafale રાફેલ ડીલ અંગે રાહુલ બોલ્યા, ઓલાંદે PM ને કહ્યા ચોર, મોદી કરે સ્પષ્ટતા

અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્રેંચ ભાષાના એક પ્રકાશન ‘મીડિયાપાર્ટ’ના અહેવાલમાં ઓલાંદના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ‘ભારત સરકારે આ સેવા સમૂહનો પ્રસ્તાવ આપ્યો હતો અને દસોએ (અનિલ) અંબાણી ગ્રૂપની સાથે વાતચીત કરી હતી. અમારી પાસે કોઈ વિકલ્પ ન હતો, અમે તે વાર્તાકાર લીધો જે અમને આપવામાં આવ્યો.’ આ અંગે પૂછવામાં આવતા ભાગીદારીની રીતે કોણે રિલાયન્સને પસંદ કરી અને શું કામ, ઓલાદે કહ્યુંકે, ‘આ સંદર્ભમાં અમારી કોઈ ભૂમિકા ન હતી.

વિપક્ષને મળી પ્રહાર કરવાની તક

વિપક્ષી દળોએ આ રિપોર્ટ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાના પ્રહારો વધુ ધારદાર કરી દીધા છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, ‘વડાપ્રધાને બંધ રૂમમાં રાફેલ સોદાને લઈને વાતચીત કરી અને તેને બદલાવ્યો. ફ્રાંસ્વા ઓલાંદનો આભાર કે, હવે આપણને જાણ થઈ કે, તેમણે (મોદીએ) દેવાળિયા અનિલ અંબાણીને અરબો ડોલરનો સોદો અપાવ્યો.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘વડાપ્રધાનની સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમણે આપણા સૈનિકોના લોહીનું અપમાન કર્યું છે.

ઓલાંદના નિવેદનથી ફ્રાંસ અને દસોલ્ટ અળગા રહ્યાં

જો કે, ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના આ નિવેદન પછી ફ્રાંસ સરકાર અને દસોલ્ટ એવિએશનના વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે. ફ્રાંસ સરકારે એવું બયાન શુક્રવારે ફ્રાંસ્વા ઓલાંદના નિવેદન પછી જાહેર કર્યું છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે, ભારત સરકારે રાફેલ સોદાની માટે એક ખાનગી કંપનીનું નામ આપ્યું હતું. ફ્રાંસ સરકારે કહ્યું હતું કે, આ સોદા માટે ભારતીય ઔદ્યોગિક ભાગીદારને પસંદ કરવામાં ફ્રાંસ સરકારની કોઈ ભૂમિકા નથી રહી. જયારે દસોલ્ટએ કહ્યું હતું કે, તેમણે પોતાના મનથી રિલાયન્સની પસંદગી કરી હતી.