israel hamas war/ ગાઝાની અલ-શિફા હોસ્પિટલ હમાસનું ‘કમાન્ડ સેન્ટર’ હોવાનો ઇઝરાયેલનો દાવો, મિશન હાથ ધર્યું

ઈઝરાયલના દાવાને વ્હાઈટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ સમર્થન આપ્યું. સાથે તેમણે કહ્યું કે અલ-શિફા હોસ્પિટલ હેઠળ આતંકવાદીઓ અને હથિયારોનો ગોદામ છે.

Top Stories World
YouTube Thumbnail 2023 11 15T110753.270 ગાઝાની અલ-શિફા હોસ્પિટલ હમાસનું 'કમાન્ડ સેન્ટર' હોવાનો ઇઝરાયેલનો દાવો, મિશન હાથ ધર્યું

ઇઝરાયેલ સૈનિકો ગાઝાની અલ-શિફા હોસ્પિટલમાં ઘુસી ગયા છે. હમાસનો ખાતમો બોલાવવાના ઇરાદા સાથે ઇઝરાયેલી સૈનિકોએ હુમલા તેજ કર્યા છે. લાંબા સમયથી ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે યુદ્ધવિરામને લઈને કેટલાક દેશો માંગ કરી રહ્યા છે. ત્યારે યુદ્ધમાં હમાસની સાથે પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદના આતંકવાદીઓને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગાઝાની અલ-શિફા હોસ્પિટલ હમાસ આતંકવાદીઓનું સેન્ટર હોવાનો ઇઝરાયેલ દાવો કરી રહ્યો છે. હોસ્પિટલનો ઉપયોગ હથિયારો અને બંધકોને સંગ્રહિત કરવા માટે કરાતો હોવાનું તેમનું માનવું છે. આથી જ ઇઝરાયેલી સૈનિકોએ હમાસનું કમાન્ડ સેન્ટર મનાતા અલ-શિફા હોસ્પિટલને નિશાના પર લીધી છે.

ઈઝરાયલના દાવાને વ્હાઈટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ સમર્થન આપ્યું. સાથે તેમણે કહ્યું કે અલ-શિફા હોસ્પિટલ હેઠળ આતંકવાદીઓ અને હથિયારોનો ગોદામ છે. કિર્બીએ કહ્યું છે કે માત્ર હમાસ જ નહીં, પેલેસ્ટાઈનનું આતંકવાદી સંગઠન પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ પણ અલ-શિફા હોસ્પિટલનો ઉપયોગ કરી રહ્યું છે. આ હોસ્પિટલની નીચે કમાન્ડ સેન્ટરમાં હથિયારોનો સંગ્રહ રાખવામાં આવ્યો છે, અહીં બંધકોને પણ રાખવામાં આવ્યા છે.

અલ-શિફા હોસ્પિટલ પર ઘૂસતા પહેલા ઇઝરાયેલી સૈનિકોને અરબી બોલતી મેડિકલ ટીમ સાથે રાખી સંવેદનશીલ ટાર્ગેટ પર દરોડા પાડતા પહેલા તાલીમ આપવામાં આવી હતી. જેથી શક્ય બને ત્યાં સુધી નિર્દોષ નાગરિકોને નુકસાન પંહોચે નહી. ઇઝરાયેલ સૈના અલ-શિફા હોસ્પિટલના સત્તાવાળાઓ સાથે આતંકવાદીઓ મામલે વાતચીત કરી. તેમને  આત્મસમર્પણ કરવાનું આહ્વાન કર્યું. ઇઝરાયેલી સૈનિકે હોસ્પિટલને ઘેરવાને લઈને જણાવ્યું કે હમાસ બીમાર લોકોની સારવાર કરવાને બદલે આતંકવાદ માટે હોસ્પિટલોનો ઉપયોગ કરે છે. અમારા બંધકોને બચાવવા માટે IDF ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 ગાઝાની અલ-શિફા હોસ્પિટલ હમાસનું 'કમાન્ડ સેન્ટર' હોવાનો ઇઝરાયેલનો દાવો, મિશન હાથ ધર્યું


આ પણ વાંચો : Abdul Razak/ “જીભ લપસી જવાને કારણે…” અબ્દુલ રઝાકે ઐશ્વર્યા રાય પરના વિવાદાસ્પદ નિવેદન બદલ માફી માંગી

આ પણ વાંચો : Uttarkashi/ ઉત્તરકાશી ટનલ દુર્ઘટના, હવે અમેરિકાથી આવી રહ્યું છે મશીન

આ પણ વાંચો : World Cup 2023/ બચકે રહેના રે બાબા….સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડના આ ખેલાડીથી રોહિત સેનાને ખતરો!