Not Set/ વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 12 હજારનાં મોત, દેશ – દુનિયા સહિત ગુજરાતની કોરોનાસ્થિતિનો ચિતાર

વિશ્વભરમાં ફરી એક વાર કોરોનાનો હાહાકાર લોકોના હાજા ગગડાવી રહ્યો છે. કોરોના કહી રહ્યો છે કે, અબ ડરના જરૂરી હૈ…. જી હાં, હવે દેશ – દુનિયા સહિત રાજ્યમાં કોરોનાની સ્થિતિ ભયાવહ સપાટી પર

Top Stories World
corona world વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 12 હજારનાં મોત, દેશ – દુનિયા સહિત ગુજરાતની કોરોનાસ્થિતિનો ચિતાર

વિશ્વભરમાં ફરી એક વાર કોરોનાનો હાહાકાર લોકોના હાજા ગગડાવી રહ્યો છે. કોરોના કહી રહ્યો છે કે, અબ ડરના જરૂરી હૈ…. જી હાં, હવે દેશ – દુનિયા સહિત રાજ્યમાં કોરોનાની સ્થિતિ ભયાવહ સપાટી પર જોવામાં આવી રહી છે. વિશ્વમાં હાહાકાર મચાવી જ રહ્યો છે, અને વિતેલા 24 કલાકમાં 12000 લોકો કોરોનાનો કોળીયો થઇ ગયા હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કોરોના સંક્રમણ વરક્યો હોવાનું અને હાલમાં તે પૂર્વના સમય કરતા પણ વધુ ઘાતક જોવામાં આવશે.

કોરોનાનાં પાછલા 24 કલાકનાં આંકડા જો, જોવામાં આવે તો થરથ્થરાટી આવી જાય તેવા ભયાવહ છે.

દુનિયામાં કોરોનાની સ્થિતિનો ચિતાર

  • વિશ્વભરમાં કોરોનાનો ભીષણ ભરડો
  • છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક મૃત્યુઆંક
  • છેલ્લાં 24 કલાકમાં સર્વાધિક 12 હજાર મોત
  • અત્યાર સુધીનો સૌથી મોટો આંક
  • અમેરિકામાં 24 કલાકમાં 1.80 લાખ કેસ
  • અમેરિકામાં 24 કલાકમાં 2300ના મોત
  • અમેરિકાનો પણ રેકોર્ડબ્રેક આંકડો
  • બ્રાઝીલમાં પણ સેકન્ડ વેવનો સપાટો
  • મેક્સિકો-ઈટાલીમાં સતત વધતો મૃત્યુઆંક

ભારતમાં કોરોનાની સ્થિતિ

  • દેશમાં ચિંતાજનક ટ્રેન્ડ યથાવત
  • સાતમાંથી પાંચ દિવસ ચિંતાજનક ટ્રેન્ડ
  • રિકવરી કરતાં નવા કેસમાં મોટો ઉછાળો
  • છેલ્લાં 24 કલાકમાં 44,700 નવા કેસ
  • રિકવરી તેની સામે માત્ર 36,600 જ નોંધાઇ
  • એક્ટિવ કેસ ફરી 4.50 લાખને પાર

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1540
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 201949
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 14
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1283
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 183756
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14287

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…